પ્રયાગરાજઃજિલ્લાના ચકિયા વિસ્તારમાં માફિયા અતીક અહેમદના ઘરે સન્નાટો જોવા મળી રહ્યો છે. અતીક અહેમદ અને અશરફની હત્યાના કારણે, તે વિસ્તારના લોકો પણ પોતાના ઘરની બહાર નિકળી રહ્યા નથી. અતીક અહેમદના ઘરની નજીક જવાની કોઇ હિંમત પણ કરી શકતું નથી. સાવચેતીના ભાગરૂપે આ વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે. વિસ્તારમાં અઘોષિત કર્ફ્યુ જેવો માહોલ છે.
અહેમદ બ્રધરની ઘરની બહાર પોલિસ કાફલો ગોઠવાયો : જિલ્લામાં શનિવારે મોડી રાત્રે ત્રણ હત્યારાઓએ અતિક અહેમદ અને અશરફની ગોળી મારીને હત્યા કરી હતી. આ સમાચારથી સમગ્ર પ્રયાગરાજ હચમચી ઉઠ્યું હતું. રવિવારે સવારથી જ અતીક અહેમદના ઘરે ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. DCPના નેતૃત્વમાં પોલીસ ફોર્સ અતીકના ઘરે તૈનાત છે. વિસ્તારના લોકો તેમના ઘરોમાં કેદ થઈ ગયા છે. આસપાસના વિસ્તારોમાં દુકાનો પણ અહીં ખુલી નથી. PAC અને RAF યુનિટ સતત પેટ્રોલિંગ કરી રહ્યા છે.