- કોવિડ અંગેનું મહત્વપૂર્ણ સંશોધન આવ્યું સામે
- ફેફસાના બદલે રક્તવાહિનીનો રોગ છે કોવિડ
- ફેફસા અને ધમનીઓને થાય છે અસર
ન્યૂઝ ડેસ્ક: સાર્સ કોવિડ - 2ના વિશેષ સ્પાઇક પ્રોટિન વિશે એવું જ માનવામાં આવે છે કે તેનાથી શરીરની સ્વસ્થ કોશિકાઓને નુકસાન પહોંચે છે પણ વૈજ્ઞાનિકોના એક નવા સંશોધનમાં સામે આવ્યું છે કે આ બિમારીની એક મહત્વપૂર્ણ ભૂમિકા પણ છે. સર્કુલેશન રિસર્ચ નામની જર્નલમાં પ્રકાશિત એક પેપરમાં સામે આવ્યું છે કે કોવિડ એક લોહી લઇ જતી નસ સંબંધી રોગ છે જેમાં જોવા મળે છે કે કેવી રીતે તે વાહિકાને નુકસાન પહોંચાડે છે.
કોરોના રક્તવાહિની સંબંધિત રોગ
વૈજ્ઞાનિકો દ્વારા એક નવી શોધમાં સામે આવ્યું છે કે કોવિડની અનેક જટિલ વ્યાખ્યા સમજવામાં મદદ મળે છે અને બને કે આવનારા સમયમાં આ અનેક નવી પ્રભાવી થેરાપી અંગે નવી શોધ માટે દરવાજા પણ ખૂલે. કેલિફઓર્નિયાના સાલ્ક ઇન્સ્ટિટ્યૂટના આસિસ્ટન્ટ પ્રોફેસર ઉરી મેનોરે જણાવ્યું હતું કે ઘણા લોકોનું એવું માનવું છે કે આ શ્વસન સંબંધી રોગ છે પણ આ રક્તવાહિકા સંબંધિત રોગ છે. મેનૉરએ વધુમાં એવું જણાવ્યું હતું કે," આને આ રીતે જોવામાં આવે છે કે કેટલાક લોકોને સ્ટ્રોક આવે છે અને કેટલાક લોકોના શરીરના અન્યભાગમાં તકલીફ આવવા લાગે છે. આમાં સમાનતા ફક્ત એટલી છે કે આમાં વાહિકામાં પણ અસર જોવા મળે છે.
વધુ વાંચો:ઑક્સિજનનું શુદ્ધ સ્વરૂપ છે મેડિકલ ઑક્સિજન
સ્પાઇક પ્રોટિન કોશિકાઓને પહોંચાડે છે નુકસાન
આ શોધમાં પહેલી વખત એ મિકેનિઝમનો ખુલાસો થયો છે કે જેના માધ્યમથી પ્રોટિન દ્વારા કોશિકાને નુકસાન પહોંચે છે. આ મેકેનિઝમને પહેલા સમજી શકાયું ન હતું. આવી જ રીતે વૈજ્ઞાનિકોએ લાંબા સમયથી એ વાત પર શંકા હતી કે સંવહની એડોથેલિય કોશિકાઓને નુકસાન પહોંચવામાં સ્પાઇક પ્રોટીન કારણભૂત છે. પહેલી વખત આ પ્રક્રિયાનું ડૉક્યુમેન્ટેશન કરાવામાં આવે છે.
વધુ વાંચો:કોરોના કાળમાં વધી ઑક્સિમીટરની માંગ, જાણો તેના કાર્ય
ફેફસા અને ધમનીઓને થાય છે અસર
આ સંશોધનમાં ટીમ દ્વારા એક સ્યૂડો વાઇરસ બનાવવામાં આવે છે. જે સાર્સ - કોવિડ - 2ના સ્પાઇક પ્રોટિનથી ઘેરાયેલો છે. જો કે આમાં કોઇ વાસ્તવિક વાઇરસ નથી. આ સ્યુડો વાઇરસના સંપર્કમાં આવનાર પ્રાણીઓના તૈયાર કરવામાં આવેલા ફેફસા અને ધમનીઓને અસર પડે છે. જેના કારણે એ સાબિત થાય છે કે સ્પાઇક પ્રોટીન બિમારી માટે પુરતુ છે. ટિશ્યુના સેમ્પલ પરથી સામે આવ્યું છે કે ફુફ્ફુસીય ધમનીની દિવાલ પર હાજર એન્ડોથેલિયલ કોશિકાઓમાં સોજો જોવા મળ્યો છે. ટીમે લેબમાં પ્રક્રિયા ફરી કરી છે. જેમાં સામે આવ્યું છે કે સ્પાઇક પ્રોટીનન એસીઇ 2ને બાંધીને અન્ય કોશિકાઓને નુકસાન પહોંચાડ્યું છે. તેનાથી એસીઇ - 2ના મૉડ્યૂલમાં પણ તકલીફ સામે આવી જેનાથી માઇટોકૉન્ડ્રિયાને નુકસાન થાય છે.