- શ્રીકૃષ્ણ જન્મભૂમિ મામલે ગયા વર્ષે પહેલી પિટિશન દાખલ થઈ હતી
- કૃષ્ણ ભક્ત વકીલ રંજના અગ્નિહોત્રીએ ગયા વર્ષે 25 સપ્ટેમ્બરે આ અરજી કોર્ટમાં દાખલ કરી
- કૃષ્ણભક્ત વકીલ રંજના અગ્નિહોત્રી સહિત 5 વકીલોએ અરજી દાખલ કરી હતી
મથુરાઃ શ્રીકૃષ્ણ જન્મભૂમિના માલિકીના હક અંગે ગયા વર્ષે કોર્ટમાં કરાયેલી પહેલી પિટિશન પર બુધવારે જિલ્લા કોર્ટમાં સુનાવણી થશે. કૃષ્ણ ભક્ત વકીલ રંજના અગ્નિહોત્રીએ ગયા વર્ષે 25 સપ્ટેમ્બરે આ અરજી કોર્ટમાં દાખલ કરી હતી. બુધવારે આ અંગે કોર્ટમાં સુનાવણી થશે. આ દરમિયાન વાદી-પ્રતિવાદી પક્ષના વકીલ ઉપસ્થિત રહેશે.
આ પણ વાંચોઃઆજથી નીચલી અદાલતોમાં પ્રત્યક્ષ સુનાવણી શરૂ
કોર્ટમાં ગયા વર્ષે દાખલ કરાઈ હતી પિટિશન
કૃષ્ણ ભક્ત રંજના અગ્નિહોત્રીએ શ્રીકૃષ્ણ જન્મભૂમિના માલિકીના હક અંગે કોર્ટમાં ગયા વર્ષે પિટિશન દાખલ કરી હતી. આ મામલે ગઈ તારીખે કોર્ટ દ્વારા પ્રતિવાદી પક્ષને નોટિસ જાહેર કરવામાં આવી હતી. પ્રતિવાદી પક્ષ કોર્ટમાં ઉપસ્થિત રહીને જવાબ પણ રજૂ કર્યો હતો.
આ પણ વાંચોઃઅગસ્તા વેસ્ટલેન્ડ કૌભાંડના આરોપી અનૂપ ગુપ્તાની જામીન અરજી પર મંગળવારે સુનાવણી
શ્રીકૃષ્ણ જન્મભૂમિની 13 એકર જમીનમાંથી 2.37 એકર પર મસ્જિદ બનેલું છે
શ્રીકૃષ્ણ જન્મસ્થળ પરિસર 13.37 એકરમાં બનેલું છે. 11 એકરમાં શ્રીકૃષ્ણ જન્મભૂમિ લીલા મંચ, ભાગવત ભવન અને 2.37 એકરમાં શાહી ઈદગાહ મસ્જિદ બની છે. કૃષ્ણભક્ત વકીલ રંજના અગ્નિહોત્રી સહિત 5 વકીલોએ ગયા વર્ષે 25 સપ્ટેમ્બરે શ્રીકૃષ્ણ જન્મસ્થળની માલિકીના હક અને પરિસરને મસ્જિદ મુક્ત કરાવવાની માગ કરતી એક અરજી દાખલ કરી હતી.