- મહારાષ્ટ્રમાં પેટ્રોલ-ડીઝલની કિંમતને લઈ શિવસેનાએ મોદી સરકારને લીધી આડેહાથ
- શિવસેનાએ મુંબઈ અને બાન્દ્રામાં તેલની વધતી કિંમતની ટિકા કરી પોસ્ટર લગાવ્યા
- દિલ્હીમાં પેટ્રોલની કિંમત રૂ. 90.58 પ્રતિ લિટર અને મુંબઈમાં રૂ. 97 પ્રતિ લિટર થઈ
મુંબઈઃ શિવસેનાએ મુંબઈ અને બાન્દ્રામાં તેલની વધતી કિંમતને લઈને પોસ્ટર લગાવ્યા છે. મુંબઈમાં પેટ્રોલ પંપ પર શિવસેનાએ પોસ્ટરમાં વર્ષ 2015 અને વર્ષ 2020ના ગેસ, પેટ્રોલ અને ડીઝલની કિંમતની સરખામણી કરવામાં આવી છે અને પૂછવામાં આવ્યું છે કે, યહી હૈ અચ્છે દિન?'
વર્ષ 2015 અને 2021ની પેટ્રોલ-ડીઝલની કિંમતની સરખામણી કરાઈ
મુંબઈમાં પેટ્રોલ પંપ પર શિવેસનાના પોસ્ટરમાં 2015માં પેટ્રોલની કિંમત રૂ. 64.60 બતાવાઈ છે. જ્યારે 2021માં રૂ. 96.62 પ્રતિ લિટર બતાવી છે. મુંબઈમાં આજે પેટ્રોલની કિંમત 97 રૂપિયા પ્રતિ લિટર છે. જ્યારે ડીઝલની કિંમતમાં પણ થયેલા ફેરફાર અંગે પોસ્ટરમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
ચાર પ્રમુખ મહાનગરોમાં સૌથી વધારે મોંઘુ ઈંધણ મુંબઈમાં
દિલ્હીમાં પેટ્રોલની કિંમત 90.58 રૂપિયા પ્રતિ લિટર અને મુંબઈમાં 97 રૂપિયા પ્રતિ લિટર થઈ છે. ચાર પ્રમુખ મહાનગરોમાં સૌથી વધારે મોંઘુ ઈંધણ મુંબઈમાં છે. આ મામલે કેન્દ્ર સરકાર ચારે તરફથી ઘેરાયેલી છે. એક તરફ દેશના લોકોની નારાજગી તો બીજી તરફ રાજકીય પાર્ટીઓએ મોર્ચાબંધી શરૂ કરી દીધી છે.