ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ભગતસિંહ કોશ્યારી ગુજરાતીઓ વિશે એવું તો શું બોલ્યા કે ભડક્યા સંજય રાઉત

રાજ્યપાલ ભગત સિંહ કોશ્યરીનું ફરી એકવાર વિવાદાસ્પદ (Sanjay Raut Criticize To Governor) નિવેદન સામે આવ્યુ છે, તેમને કહ્યું કે, જો ગુજરાતી અને રાજસ્થાની મુંબઈ છોડી દેશે તો આર્થિક રાજધાનીની (Bhagat Singh Koshyari Controversial Statement) ઓળખ ખોવાઈ જશે.

ભગતસિંહ કોશ્યારીએ ગુજરાતીઓ વિશે એવું તો શું બોલ્યા કે ભડક્યા સંજય રાઉત
ભગતસિંહ કોશ્યારીએ ગુજરાતીઓ વિશે એવું તો શું બોલ્યા કે ભડક્યા સંજય રાઉત

By

Published : Jul 30, 2022, 11:17 AM IST

Updated : Jul 30, 2022, 11:28 AM IST

મહારાષ્ટ્ર:રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે (Sanjay Raut Criticize To Governor) કે, મુંબઈમાંથી ગુજરાતીઓ અને રાજસ્થાનીઓને હાંકી કાઢ્યા પછી મુંબઈ થાણે અને આસપાસના વિસ્તારોમાં પૈસા બચશે નહીં. તેમના નિવેદન પર રાજકીય પ્રતિક્રિયા આવી (Bhagat Singh Koshyari Controversial Statement) રહી છે અને તેમને મહારાષ્ટ્રની માફી માંગવાની પણ માંગ કરવામાં આવી રહી છે. NCP ધારાસભ્ય અમોલ મિતકારીએ ટ્વીટ કરીને રાજ્યપાલની ટીકા કરી હતી. MNS નેતા સંદીપ દેશપાંડેએ રાજ્યપાલને સલાહ આપી છે કે, તેઓ અનિચ્છનીય બાબતોમાં નાક અડાડે નહીં.

આ પણ વાંચો:જમ્મુ-કાશ્મીના બારામુલ્લામાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ શરૂ

રાજ્યપાલે શું કહ્યું-પોતાના વિવિધ નિવેદનોથી ચર્ચામાં રહેનારા રાજ્યપાલે આ વખતે સીધું મુંબઈને લઈને મોટું નિવેદન આપ્યું છે. બહારગામથી મોટી સંખ્યામાં લોકો મુંબઈ આવે છે. ઘણા લોકો મુંબઈના સપનાની નગરીમાં કામ કરવા, બિઝનેસ કરવા અને નામ કમાવવા અને મુંબઈમાં પોતાના સપના પૂરા કરવા આવે છે. તેથી જ મુંબઈને સપનાનું શહેર કહેવામાં આવે છે. પરંતુ રાજ્યપાલે આ સમયે બોલતા, સીધું નિવેદન આપ્યું છે કે, મુંબઈમાંથી ગુજરાતી અને રાજસ્થાનીઓને હાંકી કાઢ્યા પછી મુંબઈ થાણે અને આસપાસના વિસ્તારોમાં પૈસા બચશે નહીં. મુંબઈ દેશની આર્થિક રાજધાની તરીકે ઓળખાય છે, પરંતુ રાજ્યપાલે એમ પણ કહ્યું છે કે, મુંબઈની ઓળખ એક જેવી નહીં રહે.

આ પણ વાંચો:બેંગ્લોર પોલીસે Google સાથે હાથ મિલાવ્યા, કારણ જાણીને તમે કહેશો કે..

સંજય રાઉતની ટીકા-શિવસેનાના સાંસદ સંજય રાઉતે પણ આ અંગે રાજ્યપાલની ટીકા કરી છે. તેમણે મરાઠાઓને આવા સ્ટેન્ડનો વિરોધ કરવા માટે જાગવાની અપીલ પણ કરી છે. રાઉતે પોતાના ટ્વીટ દ્વારા આશા વ્યક્ત કરી છે કે, મરાઠી લોકો જાગે અને તેનો સખત વિરોધ કરે.

Last Updated : Jul 30, 2022, 11:28 AM IST

ABOUT THE AUTHOR

...view details