હૈદરાબાદ: શિવસેનાએ ભાજપના ફંડ માંગવાના અભિયાન માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન અમિત શાહની ઝાટકણી કાઢી છે. શિવસેનાએ પોતાના મુખપત્ર સામનાના તંત્રીલેખમાં(Saamana accused PM Narendra Modi) લખ્યું છે કે વિશ્વની સૌથી ધનિક રાજકીય પાર્ટી પાસે દાન કેમ માંગવું પડે છે. આ અભિયાન દ્વારા ભાજપ બતાવવા માંગે છે કે પાર્ટી દાન પર ચાલી રહી છે.
ઉત્તર પ્રદેશમાં ચૂંટણી નજીક આવતા આવકવેરા વિભાગના દરોડાઓ
તંત્રીલેખમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે એક તરફ બીજેપી મોટા દાતાઓ પાસેથી દાન લઈ રહી છે તો બીજી તરફ તૃણમૂલ કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, તેલુગુ દેશમ, શિવસેના, કોંગ્રેસ કોઈને કોઈ રીતે દાન આપનારાઓને હેરાન કરી રહી છે. આજે પણ ઉત્તર પ્રદેશમાં જેમ જેમ ચૂંટણી(Assembly Elections in Uttar Pradesh) નજીક આવી રહી છે તેમ તેમ આવકવેરા વિભાગના દરોડાઓએ(Income Tax Department Raid in UP) જોર પકડ્યું છે. અન્ય રાજકીય પક્ષો પર આર્થિક નાકાબંધી લાદવા માટે કેન્દ્રીય તપાસ એજન્સીઓનો દુરુપયોગ અને નાણાકીય દેખરેખ કરવામાં આવી રહી છે.
શિવસેનાનું કહેવું છે કે રામ મંદિરના નિર્માણ(Construction of Ram Temple) માટે હજારો કરોડ રૂપિયા જમા થઈ ચૂક્યા છે, તેમ છતાં લોકો પાસેથી દાન લેવામાં આવ્યું હતું. લેખમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદન પર આશ્ચર્ય વ્યક્ત કરવામાં આવ્યું છે, જેમાં તેમણે કહ્યું હતું કે દેશને સર્વોચ્ચ પ્રાધાન્ય આપનારા અને જન્મથી દેશની સેવા કરનારા અમારી પાર્ટીના કાર્યકરોની સંસ્કૃતિને આ અભિયાનથી વધુ બળ મળશે. તમારી મદદથી ભાજપ અને આપણો દેશ વધુ શક્તિશાળી બનશે.