જલગાંવ (મહારાષ્ટ્ર): શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) નેતા સંજય રાઉતે દાવો કર્યો હતો કે એકનાથ શિંદેના નેતૃત્વવાળી મહારાષ્ટ્ર સરકારનું ડેથ વોરંટ જારી કરવામાં આવ્યું છે અને આગામી 15-20 દિવસમાં સરકાર પડી જશે. ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળના શિવસેના જૂથના અગ્રણી નેતા રાઉતે જણાવ્યું હતું કે તેમની પાર્ટી કોર્ટના આદેશની રાહ જોઈ રહી છે અને આશા છે કે ન્યાય થશે.
આ પણ વાંચો:Maharashtra politics: સંજય રાઉતનો મોટો આરોપ, શિવસેનાના નામ માટે 2000 કરોડની ડીલ કરાઈ
શિંદે સરકાર પડી જશે: રાજ્યસભાના સભ્ય સુપ્રીમ કોર્ટમાં પડતર અરજીઓનો ઉલ્લેખ કરી રહ્યા હતા, જેમાંથી એક શિવસેના (શિંદે જૂથ)ના 16 ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા માંગે છે. જેમણે ઠાકરેના નેતૃત્વ સામે બળવો કર્યો હતો. રાઉતે દાવો કર્યો કે હાલના મુખ્યપ્રધાન અને તેમના 40 ધારાસભ્યોની સરકાર 15-20 દિવસમાં પડી જશે. આ સરકારનું ડેથ વોરંટ બહાર પાડવામાં આવ્યું છે. હવે તે નક્કી કરવાનું છે કે તેના પર કોણ સહી કરશે. શિવસેના (UBT) નેતાએ અગાઉ પણ દાવો કર્યો હતો કે શિંદે સરકાર ફેબ્રુઆરીમાં પડી જશે.