ગુજરાત

gujarat

ETV Bharat / bharat

આગામી છ મહિનામાં શિંદે સરકાર પડી શકે છે, મધ્યસત્ર ચૂંટણી માટે તૈયાર રહોઃ પવાર

NCP સુપ્રીમો શરદ પવારે(Nationalist Congress Party) કહ્યું છે કે મહારાષ્ટ્રમાં આગામી છ મહિનામાં શિંદે સરકાર પડી જશે. એટલા માટે બધાએ મધ્યસત્ર ચૂંટણી માટે તૈયાર રહેવું જોઈએ.

આગામી છ મહિનામાં શિંદે સરકાર પડી શકે છે, મધ્યસત્ર ચૂંટણી માટે તૈયાર રહોઃ પવાર
આગામી છ મહિનામાં શિંદે સરકાર પડી શકે છે, મધ્યસત્ર ચૂંટણી માટે તૈયાર રહોઃ પવાર

By

Published : Jul 4, 2022, 1:28 PM IST

મુંબઈ: રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના વડા શરદ પવારે (Sharad pawar)રવિવારે જણાવ્યું હતું કે મહારાષ્ટ્રમાં મધ્યસત્ર ચૂંટણી સંભવ છે કારણ કે બળવાખોર શિવસેના( Shiv Sena)નેતા એકનાથ શિંદેની આગેવાની હેઠળની રાજ્ય સરકાર આગામી છ મહિનામાં પડી (Shinde government in Maharashtra)શકે છે. પવારે રવિવારે સાંજે NCP ધારાસભ્યો અને પાર્ટીના અન્ય નેતાઓને સંબોધિત કરતા આ વાત કહી છે.

આ પણ વાંચોઃRJD સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવ ઘરની સીડી પરથી પડ્યા અને પછી...

બળવાખોર ધારાસભ્યો વર્તમાન સિસ્ટમથી ખુશ નથી -બેઠકમાં હાજરી આપનાર એનસીપીના એક નેતાએ પવારને ટાંકીને કહ્યું હતું કે, મહારાષ્ટ્રમાં નવી રચાયેલી સરકાર આગામી છ મહિનામાં પડી શકે છે, તેથી દરેકે મધ્યસત્ર ચૂંટણી માટે તૈયાર રહેવું જોઈએ. પવારે કહ્યું છે કે શિંદેને ટેકો આપતા ઘણા બળવાખોર ધારાસભ્યો વર્તમાન સિસ્ટમથી ખુશ નથી.પ્રધાનોને પોર્ટફોલિયોની ફાળવણી બાદ તેમનો અસંતોષ સામે આવશે, જે આખરે સરકારના પતનમાં પરિણમશે. પવારે એ પણ રેખાંકિત કર્યું કે આ પ્રયોગની નિષ્ફળતાથી ઘણા બળવાખોર ધારાસભ્યો તેમના પિતૃ પક્ષમાં પાછા ફરશે. બેઠકમાં ભાગ લેનાર નેતાએ એમ પણ કહ્યું કે પાર્ટી અધ્યક્ષે NCP ધારાસભ્યોને પોતપોતાના મતવિસ્તારમાં વધુ સમય વિતાવવા કહ્યું છે.

આ પણ વાંચોઃશિંદેની આશ સાથે સરકાર થઈ પાસ, એકનાથને મળ્યો બહુમતમાં ચાન્સ...

મહારાષ્ટ્ર સરકારને ફ્લોર ટેસ્ટનો સામનો કરવો પડશે -શિવસેનાના ધારાસભ્ય એકનાથ શિંદેના 10 દિવસના બળવા બાદ સત્તામાં આવેલી નવી મહારાષ્ટ્ર સરકારને આજે ફ્લોર ટેસ્ટનો સામનો કરવો પડશે. રાજ્ય વિધાનસભાના વિશેષ સત્રનો આજે બીજો દિવસ છે. આ પહેલા રવિવારે સાંજે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ તેમના શિવસેના ધારાસભ્યોના જૂથ સાથે ફ્લોર ટેસ્ટની વ્યૂહરચના ઘડવા માટે મુંબઈની એક હોટલમાં ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ, ભાજપના ધારાસભ્યો અને પાર્ટીના અન્ય નેતાઓ સાથે બેઠક કરી હતી.

ABOUT THE AUTHOR

...view details