ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કાશ્મીરના ઉરી સેક્ટરમાં ઘુસણખોરી કરતા આતંકવાદીઓને સુરક્ષા બળોના જવાનોએ ભગાડ્યા

જમ્મુ-કાશ્મીરમાં હજી પણ ઘુસણખોરી બંધ નથી થઈ રહી. ત્યારે ઉત્તરી કાશ્મીરના ઉરી સેક્ટરમાં પાકિસ્તાનથી ઘુસણખોરીના પ્રયાસને સુરક્ષા બળોના જવાનોએ નિષ્ફળ બનાવ્યો હતો. LACમાં તહેનાત સુરક્ષા બળોના જવાનોએ સીમા પારથી પાકિસ્તાનથી આવતા લોકોને ઘુસણખોરી કરતા અટકાવ્યા હતા. આ સાથે જ આસપાસના વિસ્તારોમાં તપાસ અભિયાન ચાલી રહ્યું છે.

કાશ્મીરના ઉરી સેક્ટરમાં ઘુસણખોરી કરતા આતંકવાદીઓને સુરક્ષા બળોના જવાનોએ ભગાડ્યા
કાશ્મીરના ઉરી સેક્ટરમાં ઘુસણખોરી કરતા આતંકવાદીઓને સુરક્ષા બળોના જવાનોએ ભગાડ્યા

By

Published : Sep 20, 2021, 8:27 AM IST

  • ઉત્તરી કાશ્મીરના ઉરી સેક્ટરમાં પાકિસ્તાનથી થતી ઘુસણખોરીને સુરક્ષા બળોના જવાનોએ અટકાવી
  • LACમાં તહેનાત સુરક્ષા બળોના જવાનોએ સીમા પારથી પાકિસ્તાનથી આવતા લોકોને ઘુસણખોરી કરતા અટકાવ્યા
  • જવાનો LACની સાથે અંગુરી પોસ્ટની પાસે હતા. તે દરમિયાન ગુલામ કાશ્મીર તરફથી કેટલાક આતંકવાદીઓએ ઘુસણખોરીનો પ્રયાસ કર્યો

ઉત્તર કાશ્મીરના ઉરી સેક્ટરમાં રવિવારે વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર સુરક્ષા બળોના જવાનો તહેનાત હતા. તે દરમિયાન પાકિસ્તાનથી આવતા આતંકવાદીઓ ઘુસણખોરીનો પ્રયાસ કરી રહ્યા હતા. જોકે, સુરક્ષા બળના જવાનોએ આતંકીઓ પર ફાયરિંગ કરી તેને પાછા ભગાડી દીધા હતા. આ સાથે જ સુરક્ષા બળોના જવાનોએ એ વિસ્તારમાં તપાસ અભિયાન પણ શરૂ કરી દીધું છે.

આ પણ વાંચો-જમ્મુ-કાશ્મીરમાં હંદવાડાના તારાતપોરામાં થયો બ્લાસ્ટ, એક બાળકીનું મોત, અનેક ઈજાગ્રસ્ત

અંધારાનો લાભ લઈ આતંકવાદીઓએ ઘુસણખોરીનો કર્યો પ્રયાસ

આ અંગે મળતી માહિતી અનુસાર, જવાનો LACની સાથે અંગુરી પોસ્ટની પાસે હતા. તે દરમિયાન ગુલામ કાશ્મીર તરફથી કેટલાક આતંકવાદીઓએ ઘુસણખોરીનો પ્રયાસ કર્યો હતો. જોકે, સુરક્ષા બળોના જવાનએ સતર્ક થઈને તેમની પર ફાયરિંગ કર્યું હતું. આથી આતંકવાદીઓ ભાગી ગયા હતા. આતંકવાદીઓ અંધારાનો લાભ ઉઠાવીને ઘુસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ સુરક્ષા બળોના જવાનોએ સતર્કતા દાખવી તેમને પાછા ભગાડી દીધા હતા.

આ પણ વાંચો-જમ્મુ-કાશ્મીરના રજૌરીમાં ઘુસણખોરી અને સુરક્ષા બળો વચ્ચે એન્કાઉન્ટર શરૂ

આતંકીઓએ જવાનો પર ફાયરિંગ કરતા જવાનોએ જડબાતોડ જવાબ આપ્યો

જવાનોએ જોયું કે, આતંકવાદીઓનું એક દળ ઘુસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. તો જવાનોએ તેમને રોકવાનો પ્રયાસ કરતા આતંકવાદીઓએ ફાયરિંગ શરૂ કર્યું હતું, જેના જવાબમાં જવાનોએ પણ તેમની પર ફાયરિંગ કરી જડબાતોડ જવાબ આપ્યો હતો. આ સાથે જ જવાનોએ સમગ્ર વિસ્તારમાં તપાસ અભિયાન શરૂ કરી દીધું છે. જવાનોને આશંકા છે કે, કોઈ આતંકવાદી અહીં છુપાયેલો ન હોય. જોકે, હજી સુધી કોઈ આતંકી મળ્યો નથી, પરંંતુ આવી રીતે સતર્ક રહીને જવાનોએ અનેક આતંકવાદીઓને ઠાર માર્યા છે.

ABOUT THE AUTHOR

...view details