નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે સરકારને 'આઝાદી કા અમૃત મહોત્સવ'ના સંદર્ભમાં તેમની સજાનો મોટો ભાગ સમય જેલમાં વિતાવનારા અન્ડરટ્રાયલ કેદીઓને મુક્ત કરવાની સલાહ આપી(SC on Azadi Ka Amrit Mahotsav celebration) છે. કોર્ટે કહ્યું કે, આનાથી જેલોમાં કેદીઓનું દબાણ ઘટશે તેમજ નીચલી અદાલતોમાં પડતર કેસોનું ભારણ પણ ઘટશે. જસ્ટિસ એસ.કે. કૌલ અને જસ્ટિસ એમ.એમ. સુંદરેશની બેન્ચે દેશની હાઈકોર્ટમાં પેન્ડિંગ અપીલ અને જામીન અરજીઓની સુનાવણી દરમિયાન આ ટિપ્પણી કરી હતી.
આ પણ વાંચો - આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવા પર ગૂગલે લોન્ચ કર્યું 'ભારત કી ઉડાન'
કેદીઓ માટે કોર્ટની ભલામણ - સુનાવણીમાં, કોર્ટે હાઈકોર્ટમાં પેન્ડિંગ કેસોની સંખ્યાના સંદર્ભમાં કેસોનું વર્ગીકરણ કરવા અને 30 વર્ષથી વધુ સમયથી પેન્ડિંગ કેસોને પ્રાથમિકતા આપવા જણાવ્યું હતું. કોર્ટે કેન્દ્ર સરકારને રાજ્યો સાથે ચર્ચા કરવા અને કેદીઓની મુક્તિ માટે વર્ગીકરણ કરવાનું સૂચન કર્યું હતું. કોર્ટે ASG કે.એમ નટરાજને સૂચન કર્યું કે, "અમે એવું નથી કહી રહ્યા કે જેણે ગુનો કર્યો છે તેણે જેલમાં રહેવું જોઈએ નહીં."