ગુજરાત

gujarat

ETV Bharat / bharat

SC on BBC Documentary : સુપ્રીમે BBC ડોક્યુમેન્ટ્રી પર પ્રતિબંધની માંગ કરતી અરજી ફગાવી

BBC ડોક્યુમેન્ટ્રી પર પ્રતિબંધની માંગ કરતી અરજીને ફગાવી દેવામાં આવી છે. કોર્ટે કહ્યું કે આ અરજીનો કોઈ આધાર નથી. રિટ પિટિશન સંપૂર્ણપણે ખોટી ધારણા છે અને તેની કોઈ યોગ્યતા નથી. અરજીમાં BBC પર ભારત અને તેની સરકાર પ્રત્યે પક્ષપાતી હોવાનો આરોપ લગાવાયો હતો.

સુપ્રીમે BBC ડોક્યુમેન્ટ્રી પર પ્રતિબંધની માંગ કરતી અરજી ફગાવી
સુપ્રીમે BBC ડોક્યુમેન્ટ્રી પર પ્રતિબંધની માંગ કરતી અરજી ફગાવી

By

Published : Feb 10, 2023, 4:13 PM IST

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે BBC ડોક્યુમેન્ટરી પર પ્રતિબંધ મૂકવાની માંગ કરતી અરજીને ફગાવી દીધી છે. ડોક્યુમેન્ટ્રીમાં ગુજરાતના રમખાણોને એક વિષય તરીકે લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આ ડોક્યુમેન્ટરી મુખ્યત્વે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કેન્દ્રિત છે. આ ડોક્યુમેન્ટરીને લઈને ઘણો વિવાદ થયો છે. આ ડોક્યુમેન્ટરીને સોશિયલ સાઈટ પર પ્રતિબંધિત કરી દેવામાં આવી છે.

આધાર વગરની અરજી: હિંદુ સેના દ્વારા આ અરજી દાખલ કરવામાં આવી હતી. હિન્દુ સેનાએ ભારતમાં BBCના કામકાજ પર પ્રતિબંધ મૂકવાની પણ વિનંતી કરી હતી. કોર્ટે કહ્યું કે આ અરજીનો કોઈ આધાર નથી. જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ એમએમ સુંદરેશની ખંડપીઠેએ સુનાવણી કરી હતી. અરજદારના વકીલ પિંકી આનંદ હતા. ખંડપીઠે કહ્યું, 'રિટ પિટિશન સંપૂર્ણપણે ખોટી ધારણા છે અને તેની કોઈ યોગ્યતા નથી.

આ પણ વાંચો:RAJASTHAN BUDGET : બજેટ ભાષણ બન્યું મજાક, CM ગેહલોતે જૂનું બજેટ વાંચવાનું શરૂ કર્યું...

BBC પર આરોપ:અરજીમાં BBC પર ભારત અને તેની સરકાર પ્રત્યે પક્ષપાતી હોવાનો આરોપ લગાવાયો છે. કહેવામાં આવ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પરની તેની ડોક્યુમેન્ટ્રી ભારતના વૈશ્વિક ઉદય અને તેના વડાપ્રધાન વિરુદ્ધ કાવતરાનું પરિણામ છે. સર્વોચ્ચ અદાલતે 3 ફેબ્રુઆરીએ બીબીસી ડોક્યુમેન્ટરી પર પ્રતિબંધ મૂકવાના સરકારના નિર્ણયને પડકારતી અલગ-અલગ અરજીઓ પર કેન્દ્ર અને અન્ય પક્ષકારોનો જવાબ માંગ્યો હતો. 21 જાન્યુઆરીના રોજ સરકારે વિવાદાસ્પદ ડોક્યુમેન્ટરીની લિંક્સ શેર કરતી ઘણી YouTube વિડિઓઝ અને ટ્વિટર પોસ્ટ્સ પર પ્રતિબંધ લગાવવા સૂચનાઓ આપી હતી.

આ પણ વાંચો:UP Global Investors Summit 2023 : PM મોદીએ UP ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટનું કર્યું ઉદ્ધાટન

આઇટી નિયમો હેઠળ કટોકટીની સત્તાનો ઉપયોગ: આને લગતી એક અરજી પણ સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે. આ મામલે કોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ પાઠવી છે. સરકારને તેના નિર્ણયનો અસલ રેકોર્ડ કોર્ટને સોંપવા કહ્યું છે. આ અરજી દાખલ કરનારાઓમાં પ્રશાંત ભૂષણ, એન રામ, ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રાનો સમાવેશ થાય છે. વરિષ્ઠ એડવોકેટ સીયુ સિંઘે જણાવ્યું હતું કે આ એક એવો કેસ છે જ્યાં કેન્દ્રએ ડોક્યુમેન્ટરીને બ્લોક કરવા માટે આઇટી નિયમો હેઠળ કટોકટીની સત્તાનો ઉપયોગ કર્યો હતો. જો કે કાયદાપ્રધાન કિરેન રિજિજુએ સમગ્ર મામલાને અરજદારોની યુક્તિ ગણાવી છે. રિજિજુએ કહ્યું કે આવી અરજીઓથી કોઈને ફાયદો થતો નથી, પરંતુ કોર્ટનો સમય ચોક્કસપણે વેડફાય છે.

ABOUT THE AUTHOR

...view details