ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Sanjay Sinh News: આજે સંજય સિંહની પાંચ દિવસની કસ્ટડી પૂર્ણ થતા કોર્ટમાં રજૂ કરાશે

મંગળવારે બપોરે સંજય સિંહને રાઉઝ એવન્યૂ કોર્ટમાં રજૂ કરાશે. સંજય સિંહની 5 દિવસની પોલીસ કસ્ટડી આજે પૂર્ણ થાય છે. વિશેષ સીબીઆઈ ન્યાયાધીશ એમ. કે. નાગપાલની કોર્ટમાં ઈડી સંજય સિંહની વધુ દિવસની કસ્ટડીની માંગણી કરશે.

આજે સંજય સિંહની પાંચ દિવસની કસ્ટડી પૂર્ણ થતા કોર્ટમાં રજૂ કરાશે
આજે સંજય સિંહની પાંચ દિવસની કસ્ટડી પૂર્ણ થતા કોર્ટમાં રજૂ કરાશે

By ETV Bharat Gujarati Team

Published : Oct 10, 2023, 3:50 PM IST

નવી દિલ્હીઃ ચાર ઓક્ટોબરે મોડી સાંજે લીકર પોલિસી કૌભાંડ મામલે ઈડીએ આમ આદમી પાર્ટી સાંસદ સંજય સિંહની ધરપકડ કરી હતી. કોર્ટે સંજય સિંહને પાંચ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યા હતા. મંગળવાર બપોરે સંજય સિંહની પાંચ દિવસની પોલીસ કસ્ટડી પૂરી થાય છે. પાંચ દિવસની પોલીસ કસ્ટડી દરમિયાન ઈડીએ સંજય સિંહ અને તેમના સાથીઓ વિવેક ત્યાગી અને સર્વેશ મિશ્રની આમને સામને પુછપરછ કરી હતી.

સંજય સિંહની અરજીને મંજૂરીઃ ઈડી આજે સંજય સિંહની કસ્ટડી વધારવાની માંગણી કરી શકે છે. પાંચ ઓક્ટોબરે ઈડીએ સંજય સિંહની 10 દિવસની કસ્ટડી માંગી હતી. જ્યારે કોર્ટે ઈડીને સંજ્ય સિંહના ફોનમાંથી પૂરાવા મેળવવાના હોવાથી 10ને બદલે 5 દિવસની કસ્ટડીની મંજૂરી આપી હતી. આના જવાબમાં સંજય સિંહે ઈડીના હેડક્વાર્ટરમાં પુછપરછ કરવાની અરજી કરી હતી. કોર્ટે ઈડીના હેડકવાર્ટરમાં પુછપરછની પરવાનગી આપી હતી.

82 લાખ રુપિયાનો મામલોઃ લગભગ 10 કલાકની પુછપરછ બાદ ઈડીએ સંજય સિંહની ધરપકડ કરી હતી. દિલ્હીની નવી લીકર પોલિસીમાં કથિત કૌભાંડ મામલે ઈડીએ મની લોન્ડ્રિંગના આરોપ સર ધરપકડ કરી હતી. સવાર સાડા 6 કલાક ઈડીએ 125 નોર્થ એવન્યૂ સ્થિત સંજય સિંહના ઘરે રેડ કરી હતી. જો કે સોમવાર ઈડી દ્વારા લીકર પોલિસીમાં દિનેશ અરોરાને સરકારી સાક્ષી બનાવ્યો હતો. અરોરાએ કહ્યું હતું કે સંજય સિંહના કહેવાથી તેણે બાર અને રેસ્ટોરા માલિકો પાસેથી 82 લાખ રુપિયા એકત્ર કર્યા હતા. આ પૈસા મનીષ સિસોદિયાને ચેક દ્વારા પાર્ટી ફંડના સ્વરુપે આપ્યા હતા. આ પૈસાનો ઉપયોગ આવનારી વિધાનસભાની ચૂંટણીમાં કરવાનો હતો.

  1. મોહન ડેલકરના મોતની ઉચ્ચ સ્તરીય તપાસ થવી જોઈએ: AAP નેતા સંજય સિંહ
  2. અમિત શાહ દિલ્હીનું વાતાવરણ બગાડી રહ્યા છે: સંજય સિંહ

ABOUT THE AUTHOR

...view details