ઓડિશા : પ્રખ્યાત રેતી કલાકાર સુદર્શન પટનાયકે (sand artist Sudarshan Patnaik)વડાપ્રધાન નરેન્દ્ર મોદીને (PM Modi Birthday) તેમના 72માં જન્મદિવસની (PM Modi 72 Birthday) શુભેચ્છા પાઠવવા માટે ઓડિશાના પુરી બીચ પર 1213 માટીના ચાના કપ સ્થાપન સાથે પાંચ ફૂટનું રેતીનું શિલ્પ બનાવ્યું છે. પટનાયકે 1213 માટીના ચાના કપ મૂકીને 'હેપ્પી બર્થ ડે મોદીજી' મેસેજ લખ્યો છે.
સેન્ડ આર્ટિસ્ટે PM મોદીને જન્મદિવસની પાઠવી શુભેચ્છા, કપમાંથી બનાવી મૂર્તિ - સેન્ડ આર્ટિસ્ટે મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી
ઓડિશામાં પ્રખ્યાત રેતી કલાકાર સુદર્શન પટનાયકે (sand artist Sudarshan Patnaik) વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમના જન્મદિવસ (PM Modi Birthday) પર શુભેચ્છા પાઠવતા રેતીનું શિલ્પ (Sand artist wished PM Modi on his birthday) બનાવ્યું છે. પટનાયકે 1213 માટીના ચાના કપ મૂકીને 'હેપ્પી બર્થ ડે મોદીજી' મેસેજ લખ્યો છે.
પટનાયકે PM મોદીના દરેક જન્મદિવસ પર રેતીના શિલ્પો બનાવ્યા છે :આ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની (PM Modi Birthday) 5 ફૂટ ઊંચી રેતીની પ્રતિમા બનાવવામાં આવી છે. તેમણે શિલ્પ માટે લગભગ પાંચ ટન રેતીનો ઉપયોગ કર્યો હતો. પટનાયકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દરેક જન્મદિવસ પર અલગ-અલગ રેતીના શિલ્પો બનાવ્યા છે. સુદર્શને કહ્યું કે, 'અમે આ માટીના ચાના ગ્લાસનો ઉપયોગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ચા વેચનારથી દેશના વડાપ્રધાન સુધીની સફર બતાવવા માટે કર્યો છે.
સુદર્શન કળા દ્વારા સામાજિક સંદેશ ફેલાવવાનો પ્રયાસ કરે છે :સુદર્શન પટનાયકે કહ્યું કે, હું મારી કલા દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને (PM Modi Birthday) મારી શુભકામનાઓ પાઠવું છું. પદ્મશ્રી સુદર્શને વિશ્વભરમાં 60 થી વધુ આંતરરાષ્ટ્રીય સેન્ડ આર્ટ ચેમ્પિયનશિપ અને ઉત્સવોમાં ભાગ લીધો છે અને દેશ માટે ઘણા પુરસ્કારો જીત્યા છે. તે હંમેશા પોતાની કળા દ્વારા સામાજિક સંદેશ ફેલાવવાનો પ્રયાસ કરે છે.