- રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન આજે ભારત પ્રવાસે
- બન્ને દેશો વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવા થશે ચર્ચા
- 5,000 કરોડના પેન્ડિંગ AK 203 કલાશ્નિકોવ રાઇફલ્સ કરારને મંજૂરી
નવી દિલ્હીઃરશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન (Russian President Putin Visits India) આજે સોમવારે ભારતની મુલાકાતે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વ્લાદિમીર પુતિન એક સમિટમાં (India Russia Summit 2021) સામેલ થશે, જેમાં દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા (India Russia relations) કરવામાં આવશે. તેઓ બન્ને દેશો વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવાના માર્ગો પર પણ ચર્ચા કરશે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ જણાવ્યું હતું કે, દિલ્હીમાં 21મી ભારત-રશિયા સમિટ બન્ને નેતાઓને પરસ્પર હિતના પ્રાદેશિક, બહુપક્ષીય અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર વિચારોની આપ-લે કરવાની તક પૂરી પાડશે.
આ પણ વાંચો:પુતિને 'આતંકવાદી જૂથ'ની શ્રેણીમાંથી હટાવવાનો આપ્યો સંકેત, તાલિબાને નિર્ણયને આવકાર્યો
અફઘાનિસ્તાનની સ્થિતિ અને કોરોના પર ચર્ચા
આ સમિટ દ્વારા અપેક્ષા છે કે બન્ને નેતાઓ અફઘાનિસ્તાનની સ્થિતિ અને કોરોના ( Discussion on Corona in Summit) સહિત અન્ય મુદ્દાઓ પર ચર્ચા કરશે. 6 ડિસેમ્બરે બન્ને દેશો વચ્ચેની વાતચીતની વિગતો આપતા બાગચીએ જણાવ્યું હતું કે, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ તેમના રશિયન સમકક્ષ સર્ગેઈ શોયગુ સાથે બેઠક કરશે. આ ઉપરાંત તેમણે કહ્યું કે, વિદેશ પ્રધાન એસ જયશંકર તેમના રશિયન સમકક્ષ સર્ગેઈ લવરોવ સાથે વાતચીત કરશે. બન્ને બેઠકો બાદ, બન્ને દેશોના વિદેશ અને સંરક્ષણ પ્રધાનો 'ટુ પ્લસ ટુ' યોજશે પ્રધાન સ્તરીય મંત્રણા કરશે, જેમાં દ્વિપક્ષીય, પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર ચર્ચા થવાની અપેક્ષા છે.