કીવ:યુક્રેન અને રશિયા યુદ્ધ (Ukraine Russia war) ના 14 દિવસ થઈ ગયા છે. રશિયા યુદ્ધમાં પાછુ હટવાનું નામ નથી લઈ રહ્યું, યુક્રેનની હાલત ખૂબ જ ખરાબ થઈ રહી છે. ત્યારે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સકી (President of Ukraine Volodymyr Zelensky) એ કહ્યું કે, તેઓનો દેશ રશિયા સામે છેલ્લા શ્વાસ સુધી લડતો રહેશે. ઝેલેન્સકીએ બ્રિટનના સાંસદોને સંબોધિત કરીને જાણકારી આપી.બ્રિટનના સાંસદોને કહ્યુંકે, અમે હાર નહી માનીએ અને હારીશુ પણ નહી. જણાવી દઈએ કે, પૂર્વ યુક્રેનના ખારકીવમાં રશિયાના મેજર જનરલ વિટાલી ગેરાસિમોવને મારી નાખ્યા છે. જ્યારે બીજી બાજુ યુક્રેનના સૂમી શહેર પર રશિયાએ બોંમ્બમારો કર્યો હતો જેમાં નવ લોકોના મૃત્યુ નિપજ્યા હતા. કીવ પર મોટા હુમલાનું એલાન પણ કરવામાં આવ્યું છે. જ્યારે અમેરિકાએ રશિયાના ગેસ, તેલ અને વિજળી તે બધી આયાત પર પ્રતિબંધ લગાવી દીધો છે.
આ પણ વાંચો:Ukraine Sailors evacuation : ઈન્ડિયન એમ્બેસીએ 52 ભારતીય નાવિકોને બચાવ્યા
રશિયાને આંતકવાદી દેશ જાહેર કરવામાં આવે: યુક્રેનના રાષ્ટ્રપતિ
યુક્રેનના 44 વર્ષીના નેતા ઝેલેન્સકીએ વિડિયોલિંક દ્વારા નીચલા ગૃહ 'હાઉસ ઓફ કોમન્સ'ને સંબોધિત કરતી વખતે ઐતિહાસિક ભાષણ આપ્યું હતું. ઝેલેન્સકીનુ સાંસદોએ ઉભા થઈ સન્માન કર્યુ હતુ. ઝેલેન્સકીએ બ્રિટનના સાંસદોને કહ્યુ કે,અમે હાર નહી માનીએ. ઝેલેન્સકીએ બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જોનસનને સંબોધિત કરતા કહ્યુ અમે પશ્મિમી દેશોની મદદ કરવા માટે અમારે તમારી મદદની જરુર છે. અમે આ મદદ માટે આભારી છીએ અને બોરિસ, હું તમારો આભારી છું. યુક્રેનના રાષ્ટ્રપતિ એ કહ્યું કે, કૃપા કરીને રશિયા વિરુદ્ધ કડક પ્રતિબંધો લાદવામાં આવે અને આ દેશને આંતકવાદી દેશ જાહેર કરવામાં આવે. કૃપા કરીને ખાતરી આપો કે અમારા યુક્રેનનું આકાશ સુરક્ષિત રહે.
અમેરિકામાં રશિયન ગેસ, તેલ અને વિજળીની તમામ આયાત પર પ્રતિબંધ:અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેન
યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધને બે અઠવાડિયા થઈ ગયા છે. ઘણા દેશો દ્વારા પ્રતિબંધો છતાં રશિયાની આક્રમકતા ઓછી થઈ નથી. તાજેતરની ઘટનામાં, રશિયામાંથી અમેરિકામાં તેલની આયાત પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેને એક જાહેરાતમાં કહ્યું કે, અમે રશિયન ગેસ, તેલ અને વિજળીની તમામ આયાત પર પ્રતિબંધ લગાવી રહ્યા છીએ.