ગુજરાત

gujarat

ETV Bharat / bharat

RSS Vijyadashmi Utsav 2021માં ભાગવતે કહ્યું, સમાજની આત્મીયતા અને સમાનતા આધારિત રચના ઈચ્છતા લોકોએ પ્રયાસ કરવો પડશે

નવરાત્રિની શરૂઆતની સાથે જ RSSની અલગ અલગ શાખાઓ પર સ્થાપના દિવસ ઉજવવામાં આવે છે. વિજયા દશમીના દિવસે નાગપુરમાં યોજાયેલા આ કાર્યક્રમમાં સંઘ પ્રમુખ મોહન ભાગવત પણ ઉપસ્થિત રહ્યા હતા. અહીં તેમણે સૌથી પહેલા શસ્ત્ર પૂજન કર્યું હતું. ત્યારબાદ મોહન ભાગવતે સ્વયંસેવકોને સંબોધિત કર્યા હતા.

RSS Vijyadashmi Utsav 2021માં ભાગવતે કહ્યું, સમાજની આત્મીયતા અને સમાનતા આધારિત રચના ઈચ્છતા લોકોએ પ્રયાસ કરવો પડશે
RSS Vijyadashmi Utsav 2021માં ભાગવતે કહ્યું, સમાજની આત્મીયતા અને સમાનતા આધારિત રચના ઈચ્છતા લોકોએ પ્રયાસ કરવો પડશે

By

Published : Oct 15, 2021, 10:00 AM IST

  • આજે દશેરા, આજના દિવસે જ વર્ષ 1925માં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની થઈ હતી સ્થાપના
  • રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (Rashtriya Swayamsevak Sangh)ના મુખ્ય મથક નાગપુરમાં દશેરા ઉત્સવ ઉજવાયો
  • રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવત પણ દશેરા ઉત્સવમાં રહ્યા ઉપસ્થિત, સ્વયંસેવકોને કર્યા સંબોધિત

નાગપુરઃ સમગ્ર દેશમાં વિજયા દશમીનો તહેવાર ખૂબ જ ધૂમધામથી ઉજવવામાં આવી રહ્યો છે. આ પ્રસંગે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (Rashtriya Swayamsevak Sangh)ના મુખ્ય મથક નાગપુરમાં દશેરા ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. આપને જણાવી દઈએ કે, વિજયા દશમીના દિવસે વર્ષ 1925માં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના થઈ હતી. દર વર્ષે આજના દિવસે સંઘ ધૂમધામથી દશેરા ઉત્સવ ઉજવવામાં આવે છે. આ વખતે સંઘનો 96મો સ્થાપના દિવસ ઉજવાઈ રહ્યો છે. તો આ પ્રસંગે મોહન ભાગવતે સ્વયંસેવકોને સંબોધિત કર્યા હતા.

મોહન ભાગવતે શું કહ્યું?

મોહન ભાગવતે પોતાના સંબોધનમાં કહ્યું હતું કે, આ વર્ષે અમારી સ્વાધિનતાનો 75મુ વર્ષ છે. 15 ઓગસ્ટ 1947ના દિવસે અમે સ્વાધિન છીએ. દેશને આગળ ચલાવવા માટે આના સૂત્રને સ્વયં પોતાના હાથમાં લીધું છે. સ્વાધિનતાથી સ્વતંત્રતા તરફ અમારી યાત્રાનું આ પ્રારંભ બિન્દુ હતું. અમે આ સ્વાધીનતા રાતોરાત નથી મળી. સ્વતંત્ર ભારતનું ચિત્ર કેવું હોય આની, ભારતની પરંપરા અનુસાર સમાન કલ્પનાઓ મનમાં લઈને, દેશના તમામ ક્ષેત્રોથી તમામ જાતિવર્ગોથી નીકળેલા વીરોએ તપસ્યા, ત્યાગ અને બલિદાનનો હિમાલય ઉભો કર્યો હતો.

મોહન ભાગવતે તે દરમિયાન કહ્યું હતું કે, વિભાજનની ટીસ અત્યાર સુધી નથી કરવામાં આવી. તેમણે કહ્યું હતું કે, અમારી પેઢીના ઈતિહાસ અંગે જણાવવું જોઈએ, જેનાથી આગામી પેઢી પણ પોતાની આગામી પેઢીને આ અંગે જણાવી શકે. તેમણે કહ્યું હતું કે, સમાજની આત્મીયતા અને સમાનતા આધારિત રચના ઈચ્છતા તમામ લોકોએ પ્રયાસ કરવો પડશે. સામાજિક સમરસતાના વાતાવરણને નિર્માણ કરવાના કાર્ય સંઘના સ્વયંસેવક સામાજિક સમરસતા ગતિવિધિઓના માધ્યમથી કરી રહ્યા છે.

આ પણ વાંચો-Dussera Muhurt: દશેરા એટલે દેવી દુર્ગા દ્વારા અશુભતાના નાશનો દિવસ, શસ્ત્રપૂજા સહિતના શુભ મુહૂર્તો જાણો

કોરોના ગાઈડલાઈનનું પાલન થઈ રહ્યું છે

આપને જણાવી દઈએ કે, આ આયોજન કોરોના ગાઈડલાઈનના પાલન સાથે થઈ રહ્યું છે. આ વખતે ફક્ત 200 લોકોએ જ આમાં ભાગ લીધો છે. વિજયા દશમીના દિવેસ વર્ષ 1925માં સંઘની સ્થાપના થઈ હતી. આ દિવસે સંઘની શાખાઓ પર સ્વયંસેવક શક્તિના મહત્ત્વને યાદ રાખવા માટે પ્રતિકાત્મક રીતે શસ્ત્ર પૂજન કરે છે. કેટલીક શાખાઓ મળીને એક સાથે મોટા કાર્યક્રમોનું આયોજન પણ કરે છે. વિજયા દશમીથી પ્રેરણા લઈને રાષ્ટ્ર માટે કાર્ય કરવાના સંબંધમાં સંઘના કોઈ અધિકારી અથવા સમાજના કોઈ ગણમાન્ય વ્યક્તિનું ભાષણ થાય છે.

આ પણ વાંચો-રાષ્ટ્રપતિ કોવિંદ દ્રાસમાં સૈનિકો સાથે દશેરાની કરશે ઉજવણી

ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષે કર્યું ટ્વિટ

ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી રઘુવર દાસે ટ્વિટ કરી દશેરા ઉત્સવર પર સંઘ પ્રમુખના સંબોધન અંગે જાણકારી આપી હતી. સાથે જ તેમણે જણાવ્યું હતું કે, ઈન્ટરનેટ મીડિયાના કયા કયા માધ્યમો પર સંઘ પ્રમુખના ભાષણનું પ્રસારણ થશે. નાગપુર મહાનગર તરફથી યોજાયેલો કાર્યક્રમ સવારે 7.30 વાગ્યાથી નાગપુરના રેશિમબાગમાં આવેલા સંઘ મુખ્યમથક પર પ્રારંભ થશે. સંઘ પ્રમુખ શસ્ત્ર પૂજન કર્યા પછી સ્વયંસેવકોને સંબોધિત કરશે.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details