હૈદરાબાદ:એસએસ રાજામૌલીની ફિલ્મ 'RRR' એ સમગ્ર ભારતમાં તેના બોક્સ ઓફિસ કલેક્શન (Box office collection) સાથે (RRR 1000 crore success bash in mumbai ) તોફાન મચાવ્યું છે. ફિલ્મની કુલ કમાણી 12માં દિવસે 1000 હજાર કરોડની નજીક પહોંચી ગઈ છે. ફિલ્મના લગભગ 1000 કરોડના આ કલેક્શન સાથે 'RRR'ની આખી ટીમની ખુશી સાતમા આસમાને (RRR 1000 cr Success Party) છે. આ અપાર આનંદના અવસર પર, મુંબઈમાં ફિલ્મની સક્સેસ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બોલીવુડના સ્ટારકાસ્ટ જુનિયર એનટીઆર, રામ ચરણ અને ફિલ્મ 'RRR'ના દિગ્દર્શક રાજામૌલી સહિત ઘણી હસ્તીઓ હાજર રહી હતી. તેમજ બોલિવૂડ સુપરસ્ટાર આમિર ખાન પણ 'RRR'ની સક્સેસ પાર્ટીમાં પહોંચ્યાં હતા.
આ પણ વાંચો:Ranbir-Alia's Punjabi Wedding : 13મીથી મહેંદી સેરેમની થશે શરૂ, સ્વિટ્ઝરલેન્ડમાં મનાવશે હનીમૂન
250 કરોડથી વધુનો બિઝનેસ: આ ફિલ્મ 25 માર્ચે દુનિયાભરમાં રિલીઝ થઈ હતી અને પહેલા જ દિવસે ફિલ્મે દુનિયાભરમાં 250 કરોડથી વધુનો બિઝનેસ કર્યો હતો. ત્યારે પણ ફિલ્મની સક્સેસ પાર્ટી રાખવામાં આવી હતી. ફિલ્મના 1000 કરોડના કલેક્શન પર મુંબઈની સહારા હોટલમાં સક્સેસ પાર્ટી રાખવામાં આવી હતી. અહીં ડિરેક્ટર રાજામૌલી, રામ ચરણ અને જુનિયર એનટીઆરએ સાથે મળીને કેક કાપી હતી.