નવી દિલ્હી : ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા ગુરુવારે અફઘાનિસ્તાન સામે રમાયેલી પ્રથમ T20 મેચમાં લગભગ 14 મહિના પછી T20 ફોર્મેટમાં પરત ફર્યો હતો અને આ મેચમાં તે શૂન્યના સ્કોર પર રનઆઉટ થઈને પેવેલિયન પરત ફર્યો હતો. ટી20 ક્રિકેટમાં રોહિત શર્મા શૂન્ય પર પેવેલિયન પરત ફર્યો હોય તેવી આ પહેલી ઘટના નથી, આ પહેલા પણ તે 5 વખત શૂન્ય પર આઉટ થયો હતો. અત્યાર સુધીમાં, તેણે આંતરરાષ્ટ્રીય T20 ક્રિકેટમાં કુલ 6 વખત શૂન્ય પર તેની વિકેટ ગુમાવી છે. આ પછી પણ ભારતે અફઘાનિસ્તાનને 6 વિકેટે હરાવ્યું હતું.
ROHIT SHARMA : શૂન્ય પર આઉટ હોવા છતાં આ મોટો રેકોર્ડ રોહિત શર્માના નામે નોંધાયો - ભારતીય ક્રિકેટ ટીમ
મોહાલીમાં અફઘાનિસ્તાન સામે રમાયેલી મેચમાં ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન રોહિત શર્મા શૂન્યના સ્કોર પર રનઆઉટ થયો હતો. પરંતુ આઉટ થયા બાદ પણ તેણે એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે.
Published : Jan 12, 2024, 12:33 PM IST
રોહિતના નામે વધું એક રેકોર્ડ બન્યો :રોહિત શર્મા ભલે આ મેચમાં શૂન્ય પર આઉટ થયો હોય પરંતુ તેણે એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. રોહિત હવે 100 આંતરરાષ્ટ્રીય T20 ક્રિકેટ મેચ જીતનાર ખેલાડી બની ગયો છે અને આવું કરનાર વિશ્વનો પ્રથમ ખેલાડી બની ગયો છે. તેણે અફઘાનિસ્તાન સામેની જીત સહિત 100 T20 મેચ જીતી છે. આ મેચ પહેલા તેના નામે 99 T20 જીત હતી. વિશ્વના અન્ય કોઈ ખેલાડીએ આવું કારનામું કર્યું નથી.
ભારતે જીત હાંસલ કરી હતી :રોહિત ટેસ્ટ અને વનડેમાં પણ 100 જીત હાંસલ કરનાર ખેલાડી બની ગયો છે. આ સાથે તેણે કેપ્ટન તરીકે ટી20 ક્રિકેટમાં 52માંથી 40 મેચ જીતી છે. આ મેચમાં અફઘાનિસ્તાનની ટીમે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 158 રન બનાવ્યા હતા. ભારતીય ટીમે 15 બોલ બાકી રહેતા 4 વિકેટ ગુમાવીને 159 રન બનાવીને આ લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. આ મેચમાં ભારત તરફથી શિવમ દુબેએ અણનમ અડધી સદી ફટકારી હતી. તેણે 60 રન બનાવ્યા હતા.