ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Republic of Bharat : પ્રેસિડેન્ટ ઓફ ઈન્ડિયાની જગ્યાએ પ્રેસિડેન્ટ ઓફ ભારત લખવામાં આવતા થયો વિવાદ - સંઘના સરસંઘચાલક મોહન ભાગવત

શું ઈન્ડિયાને ભારત તરીકે ઓળખવામાં આવશે, કેમ તે પ્રશ્ન પર વિવાદ શરૂ થયો છે. કોંગ્રેસે આ અંગે વાંધો ઉઠાવ્યો છે. કોંગ્રેસ પાર્ટીએ કહ્યું કે, રાષ્ટ્રપતિને મોકલવામાં આવેલા આમંત્રણ પર પ્રેસિડેન્ટ ઓફ ઈન્ડિયાની જગ્યાએ પ્રેસિડેન્ટ ઓફ ભારત લખવામાં આવ્યું છે. શું છે સમગ્ર મામલો, વાંચો આ અહેવાલમાં...

Republic of Bharat
Republic of Bharat

By ETV Bharat Gujarati Team

Published : Sep 5, 2023, 3:57 PM IST

Updated : Sep 5, 2023, 10:21 PM IST

નવી દિલ્હી : રાષ્ટ્રપતિને મોકલવામાં આવેલા આમંત્રણ પત્ર પર વિવાદ શરૂ થયો છે. આ આમંત્રણ પત્રમાં પ્રેસિડેન્ટ ઓફ ઈન્ડિયાની જગ્યાએ પ્રેસિડેન્ટ ઓફ ભારત લખવામાં આવ્યું છે. G20 સમિટ દરમિયાન રાષ્ટ્રપતિ ભવન ખાતે આયોજિત ભોજન સમારોહને લઈને આ આમંત્રણ આપવામાં આવ્યું છે. જોકે કોંગ્રેસ પાર્ટીએ આ મામલે વાંધો ઉઠાવ્યો છે.

જયરામ રમેશનું નિવેદન :કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે કહ્યું કે, આપણા બંધારણના અનુચ્છેદ 1માં લખ્યું છે કે, ઈન્ડિયા ધેટ ઈઝ ભારત, રાજ્યોનો સમૂહ હશે. હવે ઇન્ડિયા અસ્તિત્વમાં રહેશે જ નહીં, એવું લાગી રહ્યું છે કે, તેઓ રાજ્યોના સમૂહ પર હુમલો કરી રહ્યા છે.

આસામ મુખ્યપ્રધાનું ટ્વીટ : આ મામલે સરકાર તરફથી હજુ સુધી કંઈ કહેવામાં આવ્યું નથી. પરંતુ ભાજપના નેતાઓ અને ભાજપ શાસિત રાજ્યોના મુખ્યપ્રધાનોને રીતે ટિપ્પણી કરી છે, તેમાં મોટો સંદેશ છુપાયેલો છે. આસામના મુખ્યપ્રધાને ટ્વીટમાં રિપબ્લિક ઓફ ભારત લખ્યું છે.

ભાજપના સાંસદની માંગ : ભાજપના સાંસદ હરનાથસિંહે માંગ કરી છે કે, આપણે પ્રેસિડેન્ટના બદલે ભારત શબ્દનો ઉપયોગ કરવો જોઈએ. તેઓએ વધુમાં કહ્યું કે, અંગ્રેજોએ ઈન્ડિયા શબ્દનો ઉપયોગ અપશબ્દ તરીકે કર્યો હતો. જ્યારે ભારત આપણી સંસ્કૃતિનું પ્રતીક છે. તેમણે કહ્યું કે, આ માટે બંધારણમાં સુધારો કરવો પડે તો પણ કરવો જોઈએ. ભાજપના મહાસચિવ તરુણ ચુગે કહ્યું કે, જયરામ રમેશને જણાવવું જોઈએ કે તેમને ભારત શબ્દ સામે કેમ વાંધો છે.

મોહન ભાગવતની દલીલ : આ અંગે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે પણ આવી જ દલીલ આપી છે. તેમણે અનેક પ્રસંગોએ કહ્યું કે, આપણે ઈન્ડિયાને બદલે ભારત નામનો ઉપયોગ કરવો જોઈએ. ભારત નામ પ્રાચીન સમયથી પ્રચલિત છે, તેથી કોઈને તેની સામે વાંધો ન હોઈ શકે.

સંસદના વિશેષ સત્ર : મીડિયા રિપોર્ટ્સ અનુસાર શક્ય છે કે, મોદી સરકાર સંસદના વિશેષ સત્રમાં આ મુદ્દે બિલ લાવી શકે છે. મોદી સરકારે 18-22 સપ્ટેમ્બર સુધી સંસદનું વિશેષ સત્ર બોલાવવાની જાહેરાત કરી છે. આ સમયગાળા દરમિયાન સરકાર કયા બિલ લાવશે તેની કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી.

ઈન્ડિયા ગઠબંધન : ઉલ્લેખનિય છે કે, ઈન્ડિયા શબ્દનો વિવાદ તે દિવસથી શરૂ થયો જ્યારે વિરોધ પક્ષોએ તેમના ગઠબંધનને ઈન્ડિયા નામ આપ્યું હતું. આરજેડીના નેતા મનોજ ઝાએ કહ્યું કે, ઈન્ડિયા ગઠબંધનની રચનાના દિવસથી જ ભાજપ ઘભરાય છે. પરંતુ તેઓ ઈન્ડિયા કે ભારત બંનેમાંથી એક પણને અમારી પાસેથી કોઈ છીનવી શકશે નહીં.

મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીનું નિવેદન : દિલ્હીમાં 9-10 સપ્ટેમ્બરે યોજાનારી G20ની બેઠક પહેલા 9 સપ્ટેમ્બરે રાષ્ટ્રપતિ ભવન ખાતે ડિનરનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વિશ્વભરની તમામ મોટી હસ્તીઓ હાજર રહેશે. આ કાર્યક્રમ માટે રાષ્ટ્રપતિ ભવન તરફથી દરેકને આમંત્રણ પત્રો મોકલવામાં આવ્યા છે. તેમાં 'INDIA'ના રાષ્ટ્રપતિને બદલે 'ભારત'ના રાષ્ટ્રપતિ મોટા અક્ષરોમાં લખવામાં આવ્યા છે. આ પછી તમામ રાજકીય પક્ષોમાં ખળભળાટ મચી ગયો છે. એવી અટકળો ચાલી રહી છે કે મોદી સરકાર વિશેષ સત્રમાં 'INDIA'નું નામ બદલીને 'ભારત' કરવા જઈ રહી છે. કોંગ્રેસ અને 'INDIA'ના તમામ સાથી પક્ષો પણ આ મુદ્દે સરકારને ઘેરવામાં લાગેલા છે. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ પણ તેને 'INDIA' અને 'ભારત'ના લોકો માટે ગર્વની ક્ષણ ગણાવી છે.

તેજસ્વી યાદવનું નિવેદન : “ભારતને અંગ્રેજીમાં પહેલેથી જ ઈન્ડિયા કહેવામાં આવે છે. INDIA શબ્દનો ઉપયોગ બંધારણમાં પણ કરવામાં આવ્યો છે. ભારતીય પાસપોર્ટમાં પણ INDIA લખેલું છે. આધાર કાર્ડ પર પણ INDIA લખેલું છે, તો આ લોકો આ નામ કેવી રીતે બદલશે. વિપક્ષી એકતા જોઈને આ લોકો ડરી ગયા છે.'' - તેજસ્વી યાદવ, ઈન્ડિયા કોઓર્ડિનેશન કમિટીના સભ્ય

શરદ પવારનું નિવેદન : રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ શરદ પવારે દેશનું નામ બદલવા માટે ભારતીય જનતા પાર્ટી અને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે, દેશનું નામ બદલવાનો કોઈને અધિકાર નથી.

મમતા બેનર્જીનું નિવેદન : INDIA અને ભારત કહેવાની ચર્ચા વચ્ચે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીનું નિવેદન પણ સામે આવ્યું છે. મમતા બેનર્જીએ કહ્યું કે, અચાનક શું થયું કે INDIAને માત્ર ભારત કહેવાની જરૂર પડી.

  1. Mansukh Vasava: ઇન્ડિયા ગઠબંધન પર ભરૂચ સાંસદ મનસુખ વસાવાએ શું કર્યો દાવો
  2. AAP-Congress Alliance: ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ કરશે ગઠબંધન - ઇશુદાન ગઢવી
Last Updated : Sep 5, 2023, 10:21 PM IST

ABOUT THE AUTHOR

...view details