પ્રયાગરાજઃઅતીક અશરફ હત્યા કેસના આરોપી લવલેશ, સની અને અરુણને આજે જિલ્લા કોર્ટમાં કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં કોર્ટે તેમને ચાર દિવસના રિમાન્ડ પર મોકલ્યા છે. આ કેસમાં પોલીસ આરોપીઓની પૂછપરછ કરશે. અતીક અને અશરફની હત્યા સાથે જોડાયેલા તમામ રહસ્યો સાથે જોડાયેલી માહિતી મેળવશે.
આરોપીઓના રિમાન્ડ મંજૂર: આરોપીઓને લેવા પ્રયાગરાજ પોલીસ સવારે પ્રતાપગઢ જિલ્લા જેલ પહોંચી હતી. થોડા સમય બાદ પ્રયાગરાજ પોલીસ ત્રણેય આરોપીઓને લઈને પ્રયાગરાજ જવા રવાના થઈ હતી. પ્રયાગરાજ પહોંચ્યા બાદ પોલીસ શૂટરો સાથે જિલ્લા કોર્ટ પહોંચી હતી. અતીક અહેમદ અને અશરફની હત્યા કરનાર ત્રણ આરોપીઓને જિલ્લા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. આરોપીઓને કોર્ટમાં રજૂ કરવા દરમિયાન કોર્ટ સંકુલ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું હતું.
ઘટનાને કરાશે રિક્રિએટ:પ્રતાપગઢથી ત્રણેય શૂટરોને લાવ્યા બાદ પ્રયાગરાજ પોલીસની ટીમ પહેલા પોલીસ લાઈનમાં ગઈ હતી. જે બાદ તેને ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જ્યાં તેમના 4 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા હતા. આરોપીઓેને ઘટના સ્થળ કેલ્વિન હોસ્પિટલમાં પણ લાવવામાં આવશે. જ્યાં ઘટનાને રિક્રિએટ કરવામાં આવશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. સવારથી જ કેટલાંક પોલીસ સ્ટેશનના દળો કેલ્વિન હોસ્પિટલમાં પહોંચી ગયા છે અને હોસ્પિટલમાં આવનાર દરેક વ્યક્તિની શોધખોળ કરવામાં આવી રહી છે. દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી રહી છે. કર્મચારીઓને તેમના આઈડી કાર્ડ ચેક કર્યા વિના અંદર જવા દેવામાં આવતા નથી.