આઝમગઢ: પકંજ ત્રિપાઠીની ફિલ્મ કાગઝનો સૌ કોઈને યાદ હશે જ, જેમાં મુખ્ય પાત્ર પોતાને જીવંત સાબીત કરવા માટે કોર્ટ કચેરીના ચક્કર લગાવે છે. રીલની આ કહાની સત્ય ઘટના પર આધારીત છે. આ ફિલ્મની વાર્તા ઉત્તર પ્રદેશના આઝમગઢના રહેવાસી મૃતક લાલ બિહારી પર આધારિત હતી. આ જ લાલ બિહારીએ એક સંગઠન પણ બનાવ્યું છે. આ સંઘનું નામ મૃતક સંઘ છે. જેના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલ બિહારી મૃતકે હવે સરકાર પાસે AK-47 રાઈફલ માટે લાયસન્સ માંગ્યું છે. તેમણે આ અંગે ઉત્તર પ્રદેશ સરકારના મુખ્ય સચિવને પત્ર પણ મોકલ્યો છે. આમાં તેણે લખ્યું છે કે જીવતા મૃતકોને લઈને લાંબી લડાઈ ચાલી રહી છે. ભ્રષ્ટાચાર અને છેતરપિંડી સામેની લડાઈને કારણે, આ જીવંત મૃતકોને બચાવવા માટે આ લાયસન્સની જરૂર છે.
લાલ બિહારી 18 વર્ષના સંઘર્ષ બાદ થયાં જીવિત:મૂળ મુબારકપુર વિસ્તારના અને અમિલોના રહેવાસી, લાલબિહારી મૃતકનો જન્મ 6 મે 1955માં નિઝામાબાદ તાલુકાના ખલીલાબાદ ગામમાં થયો હતો. પિતાના મૃત્યું બાદ ગ્રામ પ્રધાન તેમજ તાલુકા અધિકારીઓએ તેમને મૃત જાહેર કરતા તેમના પિતાની સંપત્તિ પર પિતરાઈ ભાઈનું નામ દાખલ કરી દીધું હતું. 18 વર્ષ સુધી લાલ બિહારીએ સરકારી રેકોર્ડમાં ખુદને જીવંત સાબીત કરવા માટે સંઘર્ષ કરવો પડ્યો. ત્યાર બાદ 30 જૂન 1994માં મુખ્ય મહેસૂલ અધિકારી અને મુખ્ય જિલ્લા મેજિસ્ટ્રેટ આઝમગઢે લાલબિહારીને સરકારી રેકોર્ડમાં જીવંત જાહેર કર્યા.
ચૂંટણી પણ લડી ચૂક્યા છે લાલ બિહારી: પોતાને જીવિત જાહેર કરવા માટે લાલબિહારીએ અનેક યુક્તિઓ અપનાવી હતી. લોકસભા અને વિધાનસભાની ચૂંટણી પણ લડી. ચૂંટણી લડવાની સાથે, લાલ બિહારીએ મૃતક સંઘની પણ રચના કરી, જેના બેનર હેઠળ તેમણે જીવત મૃતકો માટે લડવાનું શરૂ કર્યું. સેંકડો જીવિત મૃતકોને કાગળ પર પાછા જીવંત કરાયા. ચૂંટણી દરમિયાન વખતે લાલ બિહારીની ખ્યાતિ દેશમાં જ નહીં પરંતુ દુનિયામાં ફેલાઈ ગઈ. તેમના ચૂંટણીના કવરેજ માટે છેક, અમેરિકાથી એક ટીમ આવી હતી.
લાલ બિહારી બની છે ફિલ્મ કાગઝ : લાલ બિહારીના જીવન પર કાગઝ નામથી એક ફિલ્મ પણ બની ચુકી છે , અને હાલમાં બીજી ફિલ્મની સ્ક્રિપ્ટ લખવામાં આવી રહી છે. સરકારી રેકોર્ડમાં તેમને મૃત જાહેર કરવા માટે લાલ બિહારી વહીવટી કર્મચારીઓને જવાબદાર માને છે. આ કારણે તેણે સરકાર પાસેથી 25 કરોડ રૂપિયાના વળતરનો દાવો પણ કર્યો હતો. જોકે, તેમનો દાવો કોર્ટે ફગાવી દીધો હતો.
લાલ બિહારીએ મુખ્ય સચિવને લખ્યો પત્રઃ હવે લાલ બિહારીએ ઉત્તર પ્રદેશ સરકારના મુખ્ય સચિવને એક પત્ર લખીને જાનમાલની રક્ષા અને સુરક્ષા માટે એકે-47 રાઇફલનું લાયસન્સ પોતાના માટે અને જીવિત મૃતકો માટે આપવાની માગણી કરી છે. ઈટીવી ભારત સાથે વાત કરતા લાલ બિહારીએ કહ્યું કે તેણે દસ્તાવેજોમાં પોતાના માટે તેમજ તમામ મૃત લોકો માટે એકે-47ની માંગણી કરી છે. કારણ કે, જીવતા લોકો માટે લાયસન્સવાળા હથિયારો છે. તેથી, સરકારે મૃતકોને ઓછામાં ઓછી એક-47 આપે, જેનાથી તેઓ તેમના જીવની અને સંપત્તિની સુરક્ષા કરી શકે. તેઓ શાસન વ્યવસ્થાથી નાખુશ છે. તેઓ આરોપ લગાવતા કહે છે અધિકારીઓ અને કર્મચારીઓ મળીને પ્રજાનું શોષણ કરી રહ્યા છે.
- છત્તીસગઢના દુર્ગમાં UP ATS દ્વારા મોટી કાર્યવાહી, ભિલાઈમાંથી શંકાસ્પદ આતંકવાદી વજીહુદ્દીનની ધરપકડ
- Encounter in Jammu and Kashmir: જમ્મુ-કાશ્મીરના શોપિંયામાં સુરક્ષા દળ અને આંતકવાદીઓ વચ્ચે અથડામણ, TRFનો એક આતંકવાદીને ઠાર