નવી દિલ્હીઃ Delhi MICE 2023માં વિશ્વના સૌથી મોટા સ્ટુડિયો રામોજી ફિલ્મ સિટી(RFC)એ સ્ટોલ લગાવ્યો છે. આ સ્ટોલ પર મુલાકાતીઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. આ કાર્યક્રમ ભારત, રશિયા તેમજ અન્ય દેશોમાં ટુરિઝમને પ્રમોશન કરવા માટે યોજવામાં આવ્યો છે. મુલાકાતીઓએ હૈદરાબાદ સ્થિત વિશ્વના સૌથી મોટા ફિલ્મ સ્ટુડિયો વિશે જાણવામાં અને સમગ્ર વર્ષ દરમિયાન RFC દ્વારા યોજાતી ઈવેન્ટ્સમાં રસ દાખવ્યો હતો.
બે દિવસીય કાર્યક્રમઃ દિલ્હીમાં બે દિવસીય MICE 2023 નામક બે દિવસીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમનું ઉદ્દઘાટન મોસ્કો સિટી ટુરિઝમ કમિટિના ચેરમેન એવગ્નેય કોઝ્લોવ દ્વારા કરવામાં આવ્યું છે. RFCના પ્રતિનિધિ દ્વારા હૈદરાબાદના સૌથી મોટા ટુરિસ્ટ એટ્રેકશન રામોજી ફિલ્મ સિટી વિશે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે રામોજી ફિલ્મ સિટીમાં ફિલ્મ શૂટિંગ, લગ્ન, કોર્પોરેટ મીટિંગ્સ અને અન્ય કાર્યક્રમો વિશે માહિતગાર કર્યા હતા.
શું કહે છે RFCના GM: ઈટીવી ભારત સાથે વાત કરતા RFC સીનિયર જનરલ મેનેજર(માર્કેટિંગ) ટી.આર.એલ. રાવે જણાવ્યું કે, રામોજી ફિલ્મ સિટી ટુરિસ્ટ્સને આનંદ આપતા અનેક કાર્યક્રમોનું આયોજન કરે છે. RFCમાં દર વર્ષે 100થી 125 લગ્નોનું આયોજન કરવામાં આવે છે. RFCનું મુખ્ય આકર્ષણ તેમાં થતાં ફિલ્મ શૂટિંગ્સ છે. RFCમાં 3500થી વધુ ફિલ્મ શૂટિંગ્સ થાય છે તેમજ 350થી 400 કોન્ફરન્સીસ યોજાય છે.
RFC વર્લ્ડ રેકોર્ડ હોલ્ડરઃ દર વર્ષે 20 લાખ ટુરિસ્ટ્સ RFCની મુલાકાત લે છે. ગિનિઝ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં RFCના નામે વિશ્વના સૌથી મોટા સ્ટુડિયો તરીકે રેકોર્ડ નોંધાયેલો છે. આખા વર્ષ દરમિયાન વેડિંગ પ્લાનર્સ તેમજ મેસ ઓપરેટર્સ જેવો RFCનો સ્ટાફ મુલાકાતીઓની સરભરા કરે છે. દર વર્ષે RFCના મુલાકાતીઓની સંખ્યામાં વધારો થતો રહે છે. મુલાકાતીઓને RFCમાં જે સગવડો મળે છે તેનાથી તેઓ બહુ સંતુષ્ટ હોય છે. Delhi MICE 2023માં RFCનો સ્ટોલ ઊભો કરીને અમે મુલાકાતીઓને RFC વિશે વધુમાં વધુ જાણકારી આપવા માંગીએ છીએ.
અમે ઓગસ્ટમાં ઈ-વિઝાની સ્કીમ રજૂ કરી છે. આ સ્કીમ દ્વારા અનેક ભારતીયો મોસ્કોની મુલાકાતે આવી રહ્યા છે. દિલ્હીથી મોસ્કો જતા પ્લેન પણ મુલાકાતીઓમાં આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે... એવગ્નેય કોઝ્લોવ(ચેરમેન, મોસ્કો સિટી ટુરિઝમ કમિટિ)
- Ramoji Film City : રામોજી ફિલ્મ સિટી એ પ્રવાસીઓને તમામ સુવિધાઓ પૂરી પાડવાનું વન સ્ટોપ સોલ્યુશન છે, એક વાર અવશ્ય મુલાકાત લો
- Ramoji Film City Stall : ટ્રાવેલ એન્ડ ટૂરિઝમ ફેર-2023નું મુખ્ય આકર્ષણ બન્યો રામોજી ફિલ્મ સિટીનો સ્ટોલ, હજારો લોકોએ લીધી RFC અંગે લીધી માહિતી