ગુજરાત

gujarat

ETV Bharat / bharat

રામોજી ફિલ્મ સિટીને પ્રવાસીઓને શ્રેષ્ઠ સેવા આપવા બદલ તેલંગાણા પ્રવાસન પુરસ્કાર મળ્યો

હૈદરાબાદમાં આવેલી જગપ્રસિદ્ધ રામોજી ફિલ્મ સીટીને તેલંગાણા રાજ્ય પ્રવાસન પુરસ્કાર મળ્યો છે. 27 મી સપ્ટેમ્બરના વિશ્વ પ્રવાસન દિવસના પ્રસંગે તેલંગાણા પ્રવાસન વિભાગે વર્ષ 2021 માટે પુરસ્કારોની જાહેરાત કરી હતી.

રામોજી ફિલ્મ સિટીને પ્રવાસીઓને શ્રેષ્ઠ સેવા આપવા બદલ તેલંગાણા પ્રવાસન પુરસ્કાર મળ્યો
રામોજી ફિલ્મ સિટીને પ્રવાસીઓને શ્રેષ્ઠ સેવા આપવા બદલ તેલંગાણા પ્રવાસન પુરસ્કાર મળ્યો

By

Published : Sep 26, 2021, 11:34 AM IST

  • રામોજી ફિલ્મસીટીને તેલંગાણા રાજ્ય પ્રવાસન પુરસ્કાર મળ્યો
  • હૈદરાબાદની 5 સ્ટાર હોટલોને મળ્યો એવોર્ડ
  • 3 સ્ટાર હોટલોને પણ મળ્યા એવોર્ડ

હૈદરાબાદ: તેલંગાણામાં પ્રવાસીઓનું સ્વર્ગ તરીકે જાણીતી રામોજી ફિલ્મસીટીને તેલંગાણા રાજ્ય પ્રવાસન પુરસ્કાર મળ્યો છે. 27 મી સપ્ટેમ્બરના વિશ્વ પ્રવાસન દિવસના પ્રસંગે તેલંગાણા પ્રવાસન વિભાગે વર્ષ 2021 માટે પુરસ્કારોની જાહેરાત કરી હતી. રામોજી ફિલ્મ સિટીને પ્રવાસીઓ માટે બહેતર સિવિલ સર્વિસીસ મેનેજમેન્ટની શ્રેણીમાં પસંદ કરવામાં આવી છે. પુરસ્કાર સમારોહ 27 મીએ સાંજે 4 વાગ્યે હૈદરાબાદના બેગમપેટની પ્લાઝા હોટલમાં યોજાશે.

આ પણ વાંચો : Amit Shah Meeting: 10 રાજયોના મુખ્યપ્રધાનો સાથે ગૃહપ્રધાન અમિત શાહની આજે બેઠક, નક્સલવાદ પર થશે ચર્ચા

શહેરની અનેક હોટેલ્સને મળ્યા એવોર્ડ

ફાઇવ સ્ટાર હોટેલ ડીલક્સ કેટેગરીમાં વેસ્ટિન હોટેલને એવોર્ડ મળ્યો છે. બંજારા હિલ્સમા પાર્ક હયાર તરીકે ફાઇવ સ્ટાર હોટેલ કેટેગરીમાં એવોર્ડ મળ્યો. હૈદરાબાદ શહેરની બહાર ગોલકોન્ડા રિસોર્ટને ફાઈવ સ્ટાર હોટેલ્સ કેટેગરીમાં એવોર્ડ મળ્યો. ફોર સ્ટાર હોટેલ કેટેગરીમાં (હૈદરાબાદમાં) બંજારા હિલ્સમાં દાસપલ્લા હોટલ અને હૈદરાબાદની બહાર મૃગાવણી રિસોર્ટ્સે ફોર સ્ટાર હોટેલ કેટેગરીમાં એવોર્ડ જીત્યો છે.

આ પણ વાંચો : ગુજરાતના આપ પ્રમુખ ગોપાલ ઈટાલિયાની ETV Bharat સાથે ખાસ વાતચીત

થર્ડ સ્ટાર હોટેલ્સને પણ મળ્યા એવોર્ડ

થર્ડ સ્ટાર હોટેલ કેટેગરીમાં લક્ડી કા પૂલમાં બેસ્ટ વેસ્ટર્ન અશોકા હોટલને એવોર્ડ મળ્યો જ્યાં નોવાટેલ અને એચઆઇસીસી સંકુલને બેસ્ટ કન્વેન્શન સેન્ટર તરીકે પસંદ કરવામાં આવ્યા છે. બેસ્ટ ગ્રીન હોટેલ્સ કેટેગરીમાં, તારામતી બરાદરીએ પ્રથમ ઇનામ, રામપ્પામાં હરિતા હોટેલે બીજું ઇનામ અને અલીસાગરમાં હરિતા લેક વ્યૂ રિસોર્ટ ત્રીજું ઇનામ જીત્યું. પ્રવાસન વિભાગે પ્રવાસન વિકાસ માટે કામ કરતા ભાગીદારો માટે કુલ 16 કેટેગરીમાં 19 પુરસ્કારોની જાહેરાત કરી છે.

ABOUT THE AUTHOR

...view details