- રાજસ્થાનમાં પ્રધાનમંડળે લીધા શપથ
- 15 પ્રધાનોએ લીધા શપથ
- શનિવારે પ્રધાનમંડળે આપ્યું હતું રાજીનામું
ન્યૂઝ ડેસ્ક: રાજસ્થાનના પ્રધાનમંડળમાં ફેરબદલ(Rajasthan Cabinet Reshuffle) બાદ ગહેલોત સરકારમાં 15 નવા પ્રધાનોએ શપથ લીધા છે. શનિવારે તમામ પ્રધાનોએ રાજીનામું આપ્યા બાદ રવિવારે 15 પ્રધાનોએ શપથ લીધા છે. જેમાંથી 11 કેબિનેટ પ્રધાન છે જ્યારે 4 રાજ્યકક્ષાના પ્રધાન છે. રાજ્યપાલ કલરાજ મિશ્રએ આ તમામ પ્રધાનને ગોપનિયતાના શપથ લેવડાવ્યા હતાં. મહત્વપૂર્ણ છે કે આ 15 પ્રધાનોમાં હેમારામ ચૌધરી, મહેન્દ્ર જીત સિંહ માલવીય, રામલાલ જાટ, મહેશ જોષી સહિતના અગ્રણી નેતાઓનો સમાવેશ થાય છે.
સચિન પાયલોટ ખેમાંમાંથી કુલ 6 સાંસદોએ લીધા શપથ