ગુજરાત

gujarat

ETV Bharat / bharat

BHARAT JODO NYAY YATRA : રાહુલ ગાંધીની 'ભારત જોડો ન્યાય યાત્રા' આસામના 17 જિલ્લામાંથી થશે પસાર

રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા આસામના 17 જિલ્લામાંથી પસાર થશે અને લગભગ 833 કિલોમીટરનું અંતર કાપશે. આ સમય દરમિયાન રાહુલનો વૈષ્ણવ સંત શ્રીમંત સંકરદેવના જન્મસ્થળ બટાદ્રાવામાં બોરડુવા સત્રની મુલાકાત લેવાનો અને રોડ શો અને શેરી સભા યોજવાનો પણ કાર્યક્રમ છે.

Etv Bharat
Etv Bharat

By ETV Bharat Gujarati Team

Published : Jan 14, 2024, 12:16 PM IST

ગુવાહાટી : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની 'ભારત જોડો ન્યાય યાત્રા' 18 જાન્યુઆરીએ આસામના શિવસાગરથી શરૂ થશે અને લગભગ આઠ દિવસ સુધી રાજ્યના વિવિધ ભાગોમાંથી પસાર થશે. આસામ પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા જાહેર કરાયેલ પ્રસ્તાવિત યાત્રા રૂટ મુજબ, આ યાત્રા આંતર-રાજ્ય સરહદે પડોશી નાગાલેન્ડના હલુએટિંગથી રાજ્યમાં પ્રવેશ કરશે.

આસામના 17 જિલ્લા માંથી પસાર થશે : આ સમય દરમિયાન તે આસામના 17 જિલ્લામાંથી પસાર થશે અને લગભગ 833 કિલોમીટરનું અંતર કાપશે. પહેલા દિવસે રાહુલ શિવસાગરના અમગુરી અને જોરહાટ જિલ્લાના મરિયાનીના ગીબિયોન જંગલ વિસ્તારમાં બે જાહેરસભાઓને સંબોધિત કરશે. પ્રથમ દિવસે, અમગુરી અને મરિયાનીમાં બે રોડ શો થશે અને તેમનો કાફલો રાત્રે જોરહાટમાં રહેશે. આ પછી, બ્રહ્મપુત્રા નદી પર બોટ દ્વારા નિમતીઘાટથી અફલાઘાટ સુધી નદીના સૌથી મોટા ટાપુ માજુલી તરફ આગળ વધશે. રાહુલ જેન્ગ્રામમુખ અને ધકુઆખાન તેમજ પ્રસિદ્ધ કમલાબાદી અને ઔણિયાતી સત્ર (વૈષ્ણવ મઠ)ના રોડ શોનું નેતૃત્વ કરશે.

વિવિધ કાર્યક્રમો યોજાશે : કોંગ્રેસના નેતા અને તેમનો કાફલો ધેમાજી જિલ્લાના ગોગામમુખમાં રાત્રિ આરામ કરશે. આ પછી, 20 જાન્યુઆરીએ, યાત્રા લખીમપુર તરફ આગળ વધશે જ્યાં લખીમપુર શહેર, લાલુક, હરમતી અને નૌબોઇચામાં રોડ શો યોજાશે અને તે પછી યાત્રા પાડોશી રાજ્ય અરુણાચલ પ્રદેશમાં પ્રવેશ કરશે જ્યાં કોંગ્રેસના નેતાઓ રાત્રિ રોકાણ કરશે. બીજા દિવસે તેઓ ફરી ગોહપુર ખાતે આસામમાં પ્રવેશ કરશે અને નાગાંવ જિલ્લા તરફ જતા પહેલા વિશ્વનાથ અને સોનિતપુર જિલ્લામાં રોડ શો કરશે. રાહુલનો વૈષ્ણવ સંત શ્રીમંત સંકરદેવના જન્મસ્થળ બટાદ્રાવામાં બોરડુવા સત્રની મુલાકાત લેવાનો અને રોડ શો અને શેરી સભા યોજવાનો પણ કાર્યક્રમ છે. આ પછી તેઓ મેઘાલયના નોંગફો તરફ આગળ વધશે જ્યાં તેઓ રાત્રિ આરામ કરશે અને જાહેર સભા પણ કરશે.

યાત્રાનું સ્વાગત કરાશે : યાત્રા 23 જાન્યુઆરીએ કામરૂપમાં ગુવાહાટીમાં પ્રવેશ કરશે. આ યાત્રા એ જ દિવસે નલબારી જિલ્લામાં પણ પ્રવેશ કરશે જ્યાં શેરી સભા પણ યોજાશે. આસામના મુખ્ય પ્રધાન હેમંત વિશ્વ શર્માએ ગુરુવારે કહ્યું હતું કે તેમની સરકાર કોંગ્રેસને મુલાકાત લેવાની મંજૂરી આપશે કારણ કે રાજ્યમાં તમામ પ્રવાસીઓનું સ્વાગત છે. કોંગ્રેસે અગાઉ એવો આક્ષેપ કર્યો હતો કે તેમને રાત્રી રોકાણ કરવાની અને શાળાના મેદાન અને કોલેજમાં કન્ટેનર પાર્ક કરવાની પરવાનગી આપવામાં આવી નથી. શર્માએ કહ્યું હતું કે હજુ શૈક્ષણિક સત્ર ચાલુ હોવાથી શાળાઓ અને કોલેજોને પરવાનગી આપી શકાય નહીં.

  1. Ramlala Pran Pratistha : પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં મંદિર પરિસરમાં લોકો બેસી શકે તેવી વ્યવસ્થા કરાઇ, ખાસ મહેમાનો માટે વિશેષ કોડ રહેશે
  2. Bharat Jodo Nyay Yatra: આવતીકાલે ઈમ્ફાલથી રાહુલ ગાંધી ભારત જોડો ન્યાય યાત્રા શરુ કરશે

ABOUT THE AUTHOR

...view details