- રાહુલ ગાંધીએ કોરોના સંકટને લઈને કેન્દ્રની મોદી સરકાર પર પ્રહાર
- કોરોના મહામારી માટે મોદી સરકારની લોકવિરોધી નીતિઓ જવાબદાર
- ખોટી ઉજવણી અને ખોટા ભાષણો નહીં, દેશને સમાધાન આપો
નવી દિલ્હી: દેશમાં કોરોના વાઇરસની મહામારીની બીજી લહેરથી ચારેબાજુ ખળભળાટ મચી ગયો છે. કોરોના સંક્રમણના કેસો સતત વધી રહ્યા છે અને દેશભરમાંથી ભયાનક તસ્વીરો સામે આવી રહી છે.
રાહુલ ગાંધીએ મોદી સરકાર પર કર્યા પ્રહાર
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ફરી એકવાર કેન્દ્રની મોદી સરકાર પર કોરોના સંકટને લઈને પ્રહાર કર્યા છે. ગુરુવારે રાહુલે ટ્વીટ કર્યું કે કેન્દ્ર સરકારની લોકવિરોધી નીતિઓ દેશમાં સંકટનું કારણ છે.