ગુજરાત

gujarat

ETV Bharat / bharat

રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર સાધ્યું નિશાન કહ્યું કે "ભાજપ સરકારે વિનાશ કરીને બતાવ્યો"

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે ટ્વીટ કરીને જણાવ્યું છે કે, 'ગરીબ' ફક્ત સંખ્યા નથી - તે જીવતા જાગતા લોકો છે, સેંકડો મજબુર પરિવારો છે.

rahul gandhi
rahul gandhi

By

Published : Apr 23, 2021, 9:14 AM IST

  • કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સરકાર પર નિશાન સાધ્યું
  • ભાજપ સરકારે વિનાશ કરી બતાવ્યો છે: રાહુલ
  • રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને આકરા પ્રહારો કર્યા

નવી દિલ્હી: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે ટ્વીટ કરીને જણાવ્યું છે કે, 'ગરીબ' ફક્ત સંખ્યા નથી - તે જીવતા જાગતા લોકો છે, સેંકડો મજબુર પરિવારો છે. મધ્યમ વર્ગને કચડીને ગરીબ વર્ગમાં લાવવામાં આવ્યાં છે. ભાજપ સરકારે વિનાશ કરી બતાવ્યો છે.

રાહુલ ગાંધીનું ટ્વિટ

લોકડાઉનને કારણે પરપ્રાંતિય મજૂરોને તેમના ઘરે પાછા ફરવાની ફરજ પડી

રાહુલ ગાંધીએ આ ટ્વિટ એવા સમયે કર્યું છે, જ્યારે દેશભરમાં ઓક્સિજનના અભાવને કારણે હોબાળો મચી રહ્યો છે. આખા દેશમાં ઓક્સિજનની અછત છે. એટલું જ નહીં, મોટી સંખ્યામાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. કોરોનાના સતત વધતા જતા કેસને ધ્યાનમાં રાખીને દેશના ઘણા રાજ્યોમાં લોકડાઉન લાદવામાં આવ્યું છે. આને કારણે પરપ્રાંતિય મજૂરોને તેમના ઘરે પાછા ફરવાની ફરજ પડી છે.

આ પણ વાંચો :સરકારના વ્યર્થ વાટાઘાટોથી રાષ્ટ્રીય સુરક્ષા જોખમમાં મુકાશે: રાહુલ ગાંધી

ભારત પાસે હજી પણ કોવિડ સાથે લડવાની કોઈ વ્યૂહરચના નથી : રાહુલ

આ પહેલા તેમણે જણાવ્યું હતું કે, ભારત પાસે હજી પણ કોવિડ સાથે લડવાની કોઈ વ્યૂહરચના નથી. જ્યારે આપણા પોતાના લોકો મરી રહ્યા છે, ત્યારે ઓક્સિજન અને રસીનો નિકાસ કરવો એ કોઈ ઓછો ગુનો નથી. કેન્દ્ર સરકારની રસીની વ્યૂહરચના નોટબંધી કરતા ઓછી નહીં હોય. સામાન્ય લોકો લાઇનોમાં શામેલ થશે, નાણાં, આરોગ્ય અને જીવનનું નુકસાન ભોગવશે અને અંતે ફક્ત થોડા ઉદ્યોગપતિઓને જ ફાયદો થશે.

આ પણ વાંચો :મોદી સરકારની લોકવિરોધી નીતિઓ મહામારી માટે જવાબદાર: રાહુલ ગાંધી

ખોટી ઉજવણી અને ખોટા ભાષણો આપશો નહીં, દેશને સમાધાન આપો : રાહુલ

અત્રે ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધી પોતે પણ કોરોના સંક્રમિત છે અને ક્વોરન્ટાઈન છે. તેમણે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, હું ઘરે ક્વોરન્ટાઈન છું અને દુ:ખદ સમાચાર સતત આવી રહ્યા છે. ભારતમાં સંકટ ફક્ત કોરોના જ નહીં પણ કેન્દ્ર સરકારની લોકવિરોધી નીતિઓ છે. ખોટી ઉજવણી અને ખોટા ભાષણો આપશો નહીં, દેશને સમાધાન આપો.

ABOUT THE AUTHOR

...view details