ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Punjab Assembly Election Result 2022: પંજાબમાં આ દિગ્ગજોની હાર, જાણવા ક્લિક કરો - પંજાબમાં દિગ્ગજ નેતાની હાર

પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ (Aam Aadmi Party)ઈતિહાસ રચી દીધો છે. પંજાબમાં બમ્પર જીત સાથે આમ આદમી પાર્ટીની સરકાર (Punjab Assembly Election Result 2022)બનવા જઈ રહી છે. કોંગ્રસના પંજાબના મુખ્યપ્રધાન ચરણજીત સિંહ ચન્ની સહિત આઠ કેબિનેટ પ્રધાનો ચૂંટણી હારી ગયા.

Punjab Assembly Election Result 2022: પંજાબમાં આ દિગ્ગજોની હાર, જાણવા ક્લિક કરો
Punjab Assembly Election Result 2022: પંજાબમાં આ દિગ્ગજોની હાર, જાણવા ક્લિક કરો

By

Published : Mar 10, 2022, 8:54 PM IST

ન્યૂઝ ડેસ્કઃ પંજાબ વિધાનસભા ચૂંટણીમાં(Punjab Assembly Election 2022) પંજાબના મુખ્યપ્રધાન ચરણજીત સિંહ ચન્ની( Charanjit Singh Channi)સહિત આઠ કેબિનેટ પ્રધાનો ચૂંટણી હારી ગયા. સાત કેબિનેટ પ્રધાનો જીત્યા. એક નાયબ મુખ્યપ્રધાન હાર્યા અને એક જીત્યા. ડેરાબાબા નાનકથી નાયબ મુખ્યપ્રધાન સુખજિન્દર સિંહ રંધાવા ઓછા માર્જિનથી જીતવામાં સફળ રહ્યા.

પંજાબની સીટોનું પરિણામ

રંધાવાને 52,555 વોટ મળ્યા જ્યારે SADના રવિકરણ સિંહ કાહલોનને 52,089 વોટ મળ્યા. રંધાવા 466 મતોથી જીત્યા. કેબિનેટ પ્રધાન તૃપ્ત રાજીન્દર સિંહ બાજવા 10,419 મતોની સરસાઈથી જીત્યા. બાજવાને 46311 વોટ મળ્યા, બલબીર સિંહને 35,819 વોટ મળ્યા. અરુણા ચૌધરી દીનાનગર બેઠક પરથી 1,377 મતોની સરસાઈથી જીત્યા. અરુણા ચૌધરીને 50,547 વોટ મળ્યા જ્યારે AAPના શમશેર સિંહને 49,170 વોટ મળ્યા.

પંજાબમાં જીતેલા ઉમેદવોરો

રાજસાંસીથી હલ્કામાં સુખબિંદર સિંહ સાકરિયા 9,985 મતોથી જીત્યા. સાકરિયાને 44,089 વોટ મળ્યા, AAPના બલદેવ સિંહને 34,104 વોટ મળ્યા. કપૂરથલામાંથી રાણા ગુરજીત સિંહને 44,096, AAPના મંજુ રાણાને 36,498 વોટ મળ્યા છે. રાણાનો 7598 મતોથી વિજય થયો હતો. કેબિનેટ મંત્રી પરગટ સિંહ 5,808 મતોથી જીત્યા. પરગટને 40,816 વોટ મળ્યા, AAPના સુરિન્દર સિંહ સોઢીને 35,008 વોટ મળ્યા. કેબિનેટ મંત્રી રાજા વાડિંગ 1,349 મતોથી જીત્યા. રાજા વાડિંગને 50,998 વોટ મળ્યા જ્યારે SADના હરદીપ સિંહ ડિમ્પીને 49,649 વોટ મળ્યા.

પંજાબની તમામ 117 સીટોનું પરિણામ

આમ આદમી પાર્ટી- 92

કોંગ્રેસ - 18

શિરોમણિ અકાલી દળ- 3

બહુજન સમાજવાદી પાર્ટી-1

ભારતીય જનતા પાર્ટી- 2

અપક્ષ- 1

આ હારી ગયા છે

નાયબ મુખ્યપ્રધાન ઓપી સોની અમૃતસર સેન્ટ્રલથી ચૂંટણી હારી ગયા. સોનીને 26,811 વોટ મળ્યા જ્યારે AAPના અજય ગુપ્તાને 40,837 વોટ મળ્યા. સોની 14,026 મતોથી ચૂંટણી હારી ગયા. ભટિંડા મતવિસ્તારમાંથી, કેબિનેટ પ્રધાન મનપ્રીત સિંહ બાદલને આમ આદમી પાર્ટીના જગરૂપ સિંહ ગિલથી હરાવ્યા હતા. બાદલને 29,476 વોટ અને ગીલને 93,057 વોટ મળ્યા. મનપ્રીત સિંહ બાદલ 63,581 મતોથી હારી ગયા. કેબિનેટ પ્રધાન રાજિયા સુલતાના 44,262, AAPના મોહમ્મદ જમીલ-ઉલ-રહેમાન, માલેરકોટલાથી 65,948 મત મેળવ્યા. રહેમાને સુલતાનાને 21,686 મતોથી હરાવ્યા.

આ પણ વાંચોઃPunjab Elections Results 2022: ચરણજીત સિંહ ચન્નીની ચમકૌર સાહિબ બેઠક પર હાર

કેબિનેટ પ્રધાનો હાર્યા

સંગરુરથી કેબિનેટ પ્રધાન વિજય ઈન્દર સિંગલાને 38,421, AAPના નરિંદર કૌરને 74,851 વોટ મળ્યા. સિંગલા 36,430 મતોથી હારી ગયા. કેબિનેટ પ્રધાન ભારત ભૂષણ આશુને અમલોહથી 32,931 વોટ મળ્યા, AAPના ગુરપ્રીત બસ્સીને 40,443 વોટ મળ્યા. આશુ 7,512 મતોથી હારી ગયા. અમલોહથી રણદીપ સિંહ નાભા 16077, AAPના ગુરિંદર સિંહ ગેરીને 52,912 વોટ મળ્યા. નાભા 36,835 મતોથી ચૂંટણી હારી ગયા.

આમ આદમી પાર્ટીની બેઠક પર જીત

અમૃતસર બેસ્ટમાંથી રાજકુમાર વેર્કાને 25,338 વોટ મળ્યા જ્યારે આમ આદમી પાર્ટીના ડૉક્ટર જસબીર સિંહ સિદ્ધુને 69,251 વોટ મળ્યા. વેર્કા 43,913 મતોથી ચૂંટણી હારી ગયા. સંગત સિંહ ગિલજિયા ઉદમુદમાંથી 4,190 ચૂંટણી હારી ગયા. ગિલજિયાને 38,386 વોટ મળ્યા, AAPના જસબીર સિંહ રાજા ગિલને 42,576 વોટ મળ્યા. ખન્ના લોકસભામાંથી કેબિનેટ પ્રધાન ગુરકીરત કોટલીને 62,425 વોટ મળ્યા, AAPના તરુણપ્રીત સિંહને 20,305 વોટ મળ્યા. કોટલી 42,120 મતોથી હારી ગયા.

આ પણ વાંચોઃPunjab Elections Results 2022 : નવજોતસિંહ સિદ્ધુની કારમી હાર, અમૃતસર પૂર્વ બેઠક પર મળી ગયો જાકારો

ABOUT THE AUTHOR

...view details