શ્રીનગર : શ્રીનગરની વિવિધ કોલેજોમાં સોશિયલ મીડિયા પર એક વિદ્યાર્થીની પોસ્ટનો વિરોધ થઈ રહ્યો છે. ત્યારે શ્રીનગર નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (NIT) દ્વારા સાવચેતીના પગલા તરીકે નિર્ધારિત સમય કરતા 10 દિવસ પહેલાં શિયાળાના વેકેશનની જાહેરાત કરવામાં આવી હતી. ઇસ્લામિયા કોલેજ ઓફ સાયન્સ એન્ડ કોમર્સે આજની તારીખે નક્કી કરેલ તમામ વર્ગકાર્ય અને પરીક્ષાઓ સ્થગિત કરી દીધી છે.
NIT શ્રીનગરના અધિકારીઓએ ગુરુવારે રજા જાહેર કરી હતી, જ્યારે વિદ્યાર્થી સ્ટુડન્ટ વેલફેરના ડીને ગુરુવારથી એન્જિનિયરિંગ સંસ્થામાં શિયાળુ વેકેશન જાહેર કરતો પરિપત્ર જાહેર કર્યો હતો. હોસ્ટેલમાં રહેતા તમામ વિદ્યાર્થીઓને તાત્કાલિક બોર્ડિંગની સુવિધા ખાલી કરવાની પણ સૂચના આપવામાં આવી છે. સંસ્થાના રજિસ્ટ્રારે જણાવ્યું હતું કે, શિયાળાની રજાઓ માત્ર 10 દિવસ પહેલા કરવામાં આવી છે અને વિદ્યાર્થીઓને કોઈ શૈક્ષણિક નુકસાન થશે નહીં.
રજીસ્ટ્રાર અતીકુર રહેમાને જણાવ્યું હતું કે, દર વર્ષે શિયાળાની રજાઓ હોય છે અને આ વર્ષે પણ સ્થિતિ એવી જ છે. રજાઓ 9 ડિસેમ્બરથી નક્કી કરવામાં આવી હતી, પરંતુ તે પહેલા જ રજા જાહેર કરી દેવામાં આવી છે. વિદ્યાર્થીઓની ચાલી રહેલી પરીક્ષા અંગે પૂછવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓ શિયાળાના વેકેશનમાંથી પરત ફર્યા બાદ બાકી પરીક્ષા આપશે. અમે એ સુનિશ્ચિત કરીશું કે વિદ્યાર્થીઓને શૈક્ષણિક નુકસાન ન થાય.
NIT શ્રીનગરમાં મંગળવારે એક વિદ્યાર્થી દ્વારા સોશિયલ મીડિયા કરેલી પોસ્ટના વિરોધમાં પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ પોસ્ટ કથિત રીતે ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડી હતી. પ્રદર્શનકારીઓએ પોસ્ટ કરનાર વિદ્યાર્થી સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી. તે વિદ્યાર્થીને રજા પર ઘરે મોકલી દેવામાં આવ્યો છે. વિદ્યાર્થી જમ્મુ-કાશ્મીરનો રહેવાસી નથી. વિદ્યાર્થીઓએ સંસ્થાના બંને દરવાજા બંધ કરી દીધા હતા અને કેમ્પસની અંદર સૂત્રોચ્ચાર કર્યો હતો.
વિરોધ બાદ પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. પોલીસે વિદ્યાર્થી વિરુદ્ધ સમુદાયો વચ્ચે ધાર્મિક દુશ્મનાવટને પ્રોત્સાહન આપવાનો કેસ નોંધ્યો છે. ટેકનિકલ સુધારાઓને કારણે NIT શ્રીનગરની વેબસાઈટ કામ કરી રહી નથી. NIT શ્રીનગરની વેબસાઈટ પરના મેસેજમાં લખવામાં આવ્યું છે કે, અસુવિધા બદલ ખેદ છે પરંતુ અમે હાલમાં કેટલાક ટેકનિકલ સુધારા પર કામ કરી રહ્યા છીએ. જો તમને જરૂર હોય તો તમે હંમેશા અમારો સંપર્ક કરી શકો છો. અમે ટૂંક સમયમાં પાછા ઓનલાઇન આવીશું.
બુધવારે અમરસિંહ કોલેજ અને ઇસ્લામિયા કોલેજમાં પણ આ પોસ્ટ સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેનો વીડિયો ઘણા સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા શેર કરવામાં આવ્યો હતો. કાશ્મીર પોલીસ મહાનિરીક્ષક (IGP) વી.કે. બિરડીએ જણાવ્યું હતું કે, પોલીસને NIT કેમ્પસમાં વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ પ્રદર્શનની માહિતી મળી હતી. તપાસ કરતા જાણવા મળ્યું કે એક વિદ્યાર્થીએ સોશિયલ મીડિયા પર વાંધાજનક પોસ્ટ કરી હતી. જોકે આ વીડિયો વિદ્યાર્થીનો નથી પરંતુ યુટ્યુબ પરથી લેવામાં આવ્યો છે.
IGP વી.કે. બિરડીએ વધુમાં કહ્યું કે, પોસ્ટથી લોકોની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચી છે. પોલીસને NIT રજિસ્ટ્રાર તરફથી લેખિત ફરિયાદ મળી છે. જેમાં કાનૂની કાર્યવાહી કરવા વિનંતી કરવામાં આવી છે. અમે કાયદાની સંબંધિત કલમો હેઠળ કાયદેસરની કાર્યવાહી કરી છે અને આ મામલે તપાસ ચાલુ છે.
આ મામલે જમ્મુ અને કાશ્મીરના ડીજીપીએ કહ્યું કે, જે જમ્મુ-કાશ્મીરમાં શાંતિને ખલેલ પહોંચાડે એવી કોઈ પણ પોસ્ટ શેર કરનાર વ્યક્તિ વિરુદ્ધ અમે કાર્યવાહી કરીશું અને તેની સામે કડક પગલાં લેવામાં આવશે. જો તમે તે ઓડિયો, વીડિયો અથવા લખાણ પોસ્ટ કરો છો અથવા અન્યને મોકલો છો તો પણ તે સજાપાત્ર ગુનો છે.
- ફોજદારી કેસ બરતરફીની લાલચમાં ભારતીય નાગરિકે પન્નુની હત્યાનું કાવતરું ઘડ્યું, યુએસ પ્રોસિક્યુટરનો આરોપ
- ભારત પરત ફરેલ અંજુ માટે તેના ગામના લોકોમાં રોષ, ગામમાં પ્રવેશવાની મનાઈ ફરમાવી