- ડૉ. અરંજય જૈનના ચાર વીડિયો વાયરલ થયા
- ઓક્સિજનના સંકટમાં મોકડ્રીલને કારણે 22 ગંભીર દર્દીઓનું મોત
- આખી વાતચીત 26 અને 27 એપ્રિલના રોજ ઓક્સિજન કટોકટીના સંદર્ભમાં
આગ્રા: ઉત્તરપ્રદેશના આગ્રા સ્થિત પારસ હોસ્પિટલના વાયરલ થયેલા વીડિયોથી હંગામો થયો છે. આ વીડિયોમાં હોસ્પિટલમાં ઓક્સિજનના સંકટમાં મોકડ્રીલને કારણે 22 ગંભીર દર્દીઓનું મોત પાંચ મિનિટમાં થવાનું કહેવામાં આવી રહ્યું છે. વીડિયોમાં એક વ્યક્તિ હોસ્પિટલના ઓપરેટરની સામે બોલે છે કે 22 લોકોના મોત નીપજ્યાં છે. આ આખી વાતચીત 26 અને 27 એપ્રિલના રોજ ઓક્સિજન કટોકટીના સંદર્ભમાં છે.
હોસ્પિટલમાં 96 કોરોના દર્દીઓ દાખલ થયા
26 મી એપ્રિલ 2021ના રોજ સવારે 7 વાગ્યે પારસ હોસ્પિટલમાં મોક ડ્રીલ કરવામાં આવી હતી. આ સમયે હોસ્પિટલમાં 96 કોરોના દર્દીઓ દાખલ થયા હતા. જેમાંથી ફક્ત 74 દર્દીઓ જ બચી ગયા હતા. હોસ્પિટલના સંચાલક ડૉ. અરંજય જૈનના ચાર વીડિયો વાયરલ થયા છે. જેમાં તે એક મહાન ઓક્સિજન સંકટના દિવસની વાર્તા કહી રહ્યો છે. જ્યારે આ અંગે કોઈ હોબાળો થાય છે. ત્યારે હોસ્પિટલના સંચાલકો વીડિયોને વિકૃત કરવા અને તેને વાયરલ કરવાની વાત કરી રહ્યા છે.
આ પણ વાંચો:ભારતીય વાયુસેના UKના જર્મનીથી ઓક્સિજન કન્ટેનરોની કરે છે હવાઈ પરિવહન