નવી દિલ્હી: ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2022માં (UP Assembly election 2022) કોંગ્રેસના યુવા મેનિફેસ્ટોની (Congress youth Manifesto) જાહેરાત દરમિયાન કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ શુક્રવારે સ્પષ્ટ સંકેત આપ્યો હતો કે, ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસ તરફથી મુખ્યપ્રધાનનું નામ એક જ છે. તેમના આ નિવેદન બાદ આ મામલો તેમની પાર્ટીમાં જ નહીં પરંતુ વિપક્ષી પાર્ટીઓમાં પણ ચર્ચાનો વિષય બની ગયો હતો.
UP Assembly election 2022 : પ્રિયંકા ગાંધીનો યુ-ટર્નઃ "હું એકમાત્ર ચહેરો છું", નિવેદન પર આપી સ્પષ્ટતા ન્યૂઝ એજન્સીને આપેલા ઇન્ટરવ્યુમાં પ્રિયંકાએ પોતાનું નિવેદન પાછું ખેંચ્યું
ન્યૂઝ એજન્સીને આપેલા ઇન્ટરવ્યુમાં પ્રિયંકાએ પોતાનું નિવેદન પાછું ખેંચ્યું હતું અને કહ્યું હતું કે તે યુપીમાં પાર્ટીનો એકમાત્ર ચહેરો નથી, તેણે આ વાતને અતિશયોક્તિ કરી છે.
કોંગ્રેસ હેડક્વાર્ટર ખાતે યુપી ચૂંટણી માટે યુવા મેનિફેસ્ટો બહાર પાડ્યો
નવી દિલ્હીમાં ખાતે યુપી ચૂંટણી (UP Assembly election 2022) માટે યુવા મેનિફેસ્ટો બહાર પાડતી વખતે, જ્યારે પત્રકારોએ તેમને પૂછ્યું કે યુપીમાં કોંગ્રેસ તરફથી સીએમ ચહેરો કોણ હશે, તો તેમણે કહ્યું, "શું તમને ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસ તરફથી કોઈ અન્ય ચહેરો દેખાય છે?
યુવા મેનિફેસ્ટોનું નામ 'રિક્રુટમેન્ટ લેજિસ્લેશન'
ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2022 માટે કોંગ્રેસ પાર્ટીએ શુક્રવારે પોતાનો યુવા મેનિફેસ્ટો જાહેર (Congress youth Manifesto for UP) કર્યો હતો. આ પ્રસંગે રાહુલ અને પ્રિયંકા ગાંધી હાજર રહ્યા હતા. તેનું નામ 'રિક્રુટમેન્ટ લેજિસ્લેશન' રાખવામાં આવ્યું છે.
પ્રિયંકા ગાંધીએ કહ્યું ખાલી પડેલી જગ્યાઓ ભરવામાં આવશે
કોંગ્રેસ યુવા મેનિફેસ્ટો (Congress youth Manifesto) રજૂ કરતી વખતે પ્રિયંકા ગાંધીએ કહ્યું કે સંસ્કૃત શિક્ષક, ઉર્દૂ શિક્ષક, આંગણવાડી, આશા વગેરેમાં ખાલી પડેલી તમામ જગ્યાઓ ભરવામાં આવશે.
ભરતી પ્રક્રિયામાં ખોવાયેલો વિશ્વાસ પુનઃસ્થાપિત કરવામાં આવશે
ભરતી પ્રક્રિયામાં ખોવાયેલો વિશ્વાસ પુનઃસ્થાપિત કરવા માટે, તમામ પરીક્ષા ફોર્મની ફી માફ કરવામાં આવશે અને બસ, ટ્રેનની મુસાફરી મફત રહેશે. જોબ કેલેન્ડર જારી કરવામાં આવશે, જેમાં ભરતીની જાહેરાત, પરીક્ષા, નિમણૂકની તારીખો નોંધવામાં આવશે અને ઉલ્લંઘનના કિસ્સામાં કડક કાર્યવાહી કરવામાં આવશે. અનામતના કૌભાંડને રોકવા માટે દરેક ભરતી માટે સામાજિક ન્યાય નિરીક્ષકો હશે.
સપા અને ભાજપનો ચેસબોર્ડ
ગઠબંધન બાબતે પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, અમે કોઈપણ પ્રકારની ચર્ચા માટે તૈયાર હતા, પરંતુ આવી કોઈ ચર્ચા થઈ નથી અને અમે એકલા હાથે ચૂંટણી લડી રહ્યા છીએ. એક રીતે તે અમારી પાર્ટી માટે સારું છે. અમે લાંબા સમયથી યુપીમાં ઘણી બધી સીટો પરથી ચૂંટણી લડ્યા નથી.
કોંગ્રેસ સંઘર્ષ કરી રહી છે
સમાજવાદી પાર્ટી અને ભાજપ એક હદ સુધી એક જ ચેસબોર્ડ પર રમી રહ્યા છે, કારણ કે બન્નેને એક જ પ્રકારની રાજનીતિથી ફાયદો થઈ રહ્યો છે. તેમણે વધુમાં કહ્યું કે, અમે ચૂંટણી પુરી તાકાતથી લડી રહ્યા છીએ. અમે મહિલાઓની સુરક્ષા, વિકાસ, બેરોજગારી માટે આ મુદ્દા ઉઠાવી રહ્યા છીએ. કોંગ્રેસ સંઘર્ષ કરી રહી છે, આશા છે કે અમને લોકોનું સમર્થન મળશે.
અમારી પાર્ટીનો ઉદ્દેશ્ય લોકોને જાગૃત કરવાનો છે:પ્રિયંકા
પ્રિયંકાએ ભાજપ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે, ખેડૂતોને કચડી નાખવામાં આવી રહ્યા છે, તેમને મારનારાઓને કંઈ થતું નથી. ઉલટાનું ખેડૂતો સામે કેસ નોંધવામાં આવી રહ્યા છે. જાતિના મુદ્દા ઉઠાવવામાં આવે છે, વિકાસની વાત નથી થતી, તેનાથી રાજકીય પક્ષને ફાયદો થાય છે, લોકોને નુકસાન થાય છે. તેમણે વધુમાં કહ્યું કે, અમારી પાર્ટીનો ઉદ્દેશ્ય લોકોને જાગૃત કરવાનો છે.
સરકારે બેરોજગાર યુવાનો માટે શું કર્યું?: પ્રિયંકા
આ સરકારે બેરોજગાર યુવાનો માટે શું કર્યું છે ? ચૂંટણી આવે છે ત્યારે કહેવાય છે કે 25 લાખ નોકરીઓ અપાશે, શું ક્યારેય ખુલાસો થયો છે કે રોજગાર ક્યાંથી આવશે ? અમે કહ્યું કે અમે 20 લાખ નોકરીઓ આપીશું, અમે હવામાં કહ્યું નહીં. અમે સંપૂર્ણ મેનિફેસ્ટો બહાર લાવ્યા છીએ. પ્રિયંકા ગાંધીએ વધુમાં કહ્યું કે, મને આશા છે કે અમે જે પણ જાહેરાત કરી છે, લોકો તેને વાંચશે અને સમજશે.
માયાવતી પર આશ્ચર્ય વ્યક્ત કર્યું
BSP વડા માયાવતી પર વાત કરતા જણાવ્યું હતું કે, મને એ જોઈને આશ્ચર્ય થાય છે કે તેઓ ચૂંટણી દરમિયાન સંપૂર્ણપણે શાંત છે. ચૂંટણી આવી છે પણ તેઓ સક્રિય નથી. તેમણે કહ્યું કે, તેઓ ભાજપ સરકારના દબાણમાં હોઈ શકે છે.
આ પણ વાંચો:
UP Assembly Election 2022: મુખ્યપ્રધાન યોગી પર પ્રિયંકાનો હુમલો, કહ્યું- યોગી યુવાનોની હતાશા પર નહીં બોલે
Tickets to Women in UP Elections : કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા મહિલાઓને 50 ટકા ટિકીટ આપશે