- પારસીની નવું વર્ષ પારસી સમુદાય માટે ભારે આસ્થાનો વિષય
- દેશમાં આજે પારસીના નવા વર્ષની ઉજવણી
- રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ પારસી સમુદાયના લોકોને નવા વર્ષની શુભેચ્છા પાઠવી
નવી દિલ્હી: દેશમાં આજે પારસીના નવા વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે આ દિવસે પારસી સમુદાયો અગ્નિને ચંદન સમર્પિત કરે છે અને એકબીજાને નવા વર્ષની શુભેચ્છા પાઠવે છે. હકીકતમાં પારસીની નવું વર્ષ પારસી સમુદાય માટે ભારે આસ્થાનો વિષય છે. પારસી સમાજના લોકો આ દિવસને ઉત્સાહ સાથે ઉજવે છે. આ સાથે જ આ પ્રસંગે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ પારસી સમુદાયના લોકોને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી.
આ પણ વાંચો: નવા વર્ષ નિમિત્તે વીરપુર જલારામ મંદિરમાં 8 હજાર ભક્તોએ દર્શન કર્યા
ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુએ પાઠવી શુભેચ્છા
આ સાથે જ ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુએ પણ આ પ્રસંગે ટ્વિટ કરીને અભિનંદન પાઠવ્યા હતા. જણવ્યું કે, મહાન પરંપરાગત તહેવારો સાથે ઉજવવામાં આવેલો નવરોઝ, બધા માટે બંધુત્વ, કરુણા અને આદરની ભાવનાનું પ્રતીક છે. આવનારું વર્ષ આપણા જીવનમાં સમૃદ્ધિ અને ખુશીઓ લાવે છે.
આ પણ વાંચો:જૂનાગઢ : નવા વર્ષ નિમિત્તે સાઈનાથ મંદિરમાં વિશેષ આરતીનું આયોજન
નવરોઝ મુબારક! પારસી સમાજનું નવું વર્ષ
પીએમ નરેન્દ્ર મોદીએ લખ્યું કે, પારસી નવા વર્ષની શુભકામનાઓ સુખ, સમૃદ્ધિ અને સારા સ્વાસ્થ્યથી ભરેલા વર્ષ માટે પ્રાર્થના, ભારત વિવિધ ક્ષેત્રોમાં પારસી સમુદાયના ઉત્કૃષ્ટ યોગદાનનું સન્માન કરે છે. નવરોઝ મુબારક! પારસી સમાજનું નવું વર્ષ ઓગસ્ટ મહિનામાં ઉજવવામાં આવે છે. આ વર્ષે આ તહેવાર 16 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવી રહ્યો છે. પારસી નવા વર્ષને 'નવરોજ' કહેવામાં આવે છે.