ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ગાબીપુર બોર્ડર પર ખેડૂતો કરશે હોલિકા દહન

આજે હોળીનું પાવન પર્વ છે, ત્યારે સમગ્ર દેશમાં હોલિકા દહન કરવામાં આવશે. આ અંતર્ગત ગાબીપુર બોર્ડર પર આંદોલન કરી રહેલા ખેડૂતો દ્વારા પણ હોલિકા દહન કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ હોલિકા દહનમાં ખેડૂતો પોતાના ગામની માટીનો ઉપયોગ કરવામાં આવશે.

હોલિકા દહન
હોલિકા દહન

By

Published : Mar 28, 2021, 7:13 PM IST

  • ગાબીપુર બોર્ડર પર આંદોલન કરી રહેલા ખેડૂતો દ્વારા પણ હોલિકા દહન કરાશે
  • હોળીની ઉજવણીમાં ગુલાલનો ઉપયોગ કરવામાં આવશે નહીં
  • શહીદ ખેડૂતોને હોલિકા દહન દરમિયાન નમન કરાશે

નવી દિલ્હી : 4 મહીનાથી વધારે સમયથી દિલ્હી અને ઉત્તર પ્રદેશની બોર્ડર પર આંદોલન કરી રહેલા ખેડૂતો રવિવારના રોજ હોલિકા દહન કરશે. ખેડૂતોના જણાવ્યા મુજબ હોલિકા દહન દરમિયાન તિલક કરવામાં આવશે. જે ખેડૂતો માટી પોતાના વતનથી લાવ્યા છે. આ હોળીની ઉજવણીમાં ગુલાલનો ઉપયોગ કરવામાં આવશે નહીં. આ સાથે જ ખેડૂતો જણાવે છે કે, હોળી દર વર્ષે ઘરે ઉજવાતી હોળી કરતા વધારે ઉત્સાહથી ઉજવવામાં આવશે. જેથી તે સ્પષ્ટ થઈ શકે કે ખેડૂતો તેમના આંદોલનમાં પણ ઉત્સવની ઉજવણી કરે છે. ખેડૂતોએ જણાવ્યું હતું કે, આ આંદોલન દરમિયાન જે ખેડૂતો શહીદ થયા હતા, તેમને પણ આ હોલિકા દહન દરમિયાન નમન કરવામાં આવશે.

ગાબીપુર બોર્ડર પર ખેડૂતો કરશે હોલિકા દહન

આ પણ વાંચો -વલસાડ જિલ્લા સહિત દમણ અને સેલવાસમાં કરાયું હોલિકા દહન

બોર્ડર પર તૈયાર કરવામાં આવી રહી છે ખાસ મીઠાઈઓ

વસંત પંચમીના દિવસથી જ હોલિકા દહન માટે માટી લાવવામાં આવી રહી હતી. રવિવરની સાંજે ગાજીપુર બોર્ડર પરના તમામ ગામોના ખેડૂતો એકઠા થશે. ડ્રમ્સ અને ગીતો અને સંગીતની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આંદોલન સ્થળ પર જ ખાસ મીઠાઈઓ તૈયાર કરવામાં આવી રહી છે. સાંજે સરહદ પર હોલિકા દહનનો ભવ્ય નજારો પણ સ્થળ પર જોવા મળશે. ખેડૂતોનું કહેવું છે કે, તેઓ ઈચ્છે છે કે તેમની માંગણીઓ પૂર્ણ થવી જોઇએ, જેથી તેમને આગામી તહેવાર તેમના ઘરોમાં ઉજવી શકે.

આ પણ વાંચો -ગોધરાની હોળીમાં જોવા મળ્યા કોમી એકતાના દર્શન

ખેડૂતોની સંખ્યા હજારોમાં હશે

આ દરમિયાન ખુદ ખેડૂત નેતાઓ પણ ઉપસ્થિત રહેશે અને ઉત્તર પ્રદેશ ઉપરાંત અન્ય રાજ્યોના ગામોના ખેડૂત પણ અહીં હોલિકા દહન કાર્યક્રમમાં ભાગ લેશે. માનવામાં આવે છે કે, તેમની સંખ્યા હજારોમાં હશે. આ માટે બોર્ડરની આજુબાજુ પોલીસની સુરક્ષા વ્યવસ્થા પણ કરવામાં આવી છે. દિલ્હી અને ઉત્તર પ્રદેશ બન્નેના વધારાના પોલીસ બોર્ડર પર હોળીના તહેવાર દરમિયાન સુરક્ષામાં રોકાયેલી છે.

આ પણ વાંચો -પોરબંદરમાં ઠેર ઠેર યોજાયું હોલિકા દહન

ABOUT THE AUTHOR

...view details