ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Amarnath Yatra 2022 : અમરનાથ યાત્રાની જોરશોરથી તૈયારીઓ શરૂ, આ વખતે લાખો શ્રદ્ધાળુઓ કરી શકશે દર્શન - બાબા અમરનાથ

સાંબા જિલ્લામાં અમરનાથ યાત્રાના યાત્રિકો માટે 22 જગ્યાઓ નક્કી કરવામાં આવી છે. આ સાથે જ, જમ્મુમાં તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે, 30 જૂનથી અમરનાથ યાત્રા (Amarnath Yatra 2022) શરૂ થઈ રહી છે.

PREPARATIONS FOR AMARNATH YATRA 2022 ARE IN FULL SWING
PREPARATIONS FOR AMARNATH YATRA 2022 ARE IN FULL SWING

By

Published : May 8, 2022, 3:49 PM IST

ગાંદરબલ (જમ્મુ): કોરોના વાયરસના કપરાકાળ બાદ તારીખ 30 જૂનથી અમરનાથ યાત્રા (Amarnath Yatra 2022) શરૂ થઈ રહી છે. આ માટે જમ્મુમાં તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ વર્ષે અમરનાથ યાત્રા માટે રજીસ્ટ્રેશન તારીખ 11 એપ્રિલથી (Amarnath Yatra Registration) શરૂ થઈ ગયું હતું. આ અંગે જમ્મુ કાશ્મીરનું (Jammu And Kashmir) વહીવટી તંત્ર યાત્રાળુઓને (Amarnath Yatra Pilgrims) સુવિધા આપવા માટે પગલાં લઈ રહ્યું છે. રીપોર્ટ અનુસાર જમ્મુ કાશ્મીરના પહલગાંવ અને બાલતાલમાં (Baltal) શિબિરનું આયોજન થઈ રહ્યું છે. હાલમાં ત્યાં ખાવા-પીવાના ટેન્ટ અને ટૂંકા રોકાણ માટેની વ્યવસ્થા ઊભી કરવામાં આવી રહી છે. જમ્મુ કાશ્મીરના સ્થાનિકો એવી આશા રાખીને બેઠા છે કે, આ વર્ષે મોટી સંખ્યમાં યાત્રાળુઓ કાશ્મીર આવશે.

આ પણ વાંચો :Amarnath Yatra 2022: સુરક્ષા માટે સેનાની 300થી વધુ કંપની ઉતારવામાં આવશે, દર્શનાર્થીઓને અપાશે સેટેલાઇટથી જોડાયેલી આ ખાસ વસ્તુ

યાત્રાળુઓને મળશે આ સુવિધા:ત્રણ વર્ષના લાંબા બ્રેક બાદ યાત્રા માટે મંજૂરી મળતા લાખોની સંખ્યામાં યાત્રાળુંઓ આવશે. આવી આશા બાંધવામાં આવી રહી છે. જમ્મુ કાશ્મીરના (Jammu And Kashmir) સાંબા જિલ્લામાં અમરનાથ બાબાના દર્શન કરવા માટે આવતા યાત્રાળુઓના રોકાણ (Accomodation for Amarnath) માટેની વ્યવસ્થા કરાઈ છે.આ માટે કુલ 22 જગ્યાઓની પસંદગી કરવામાં આવી છે. સમગ્ર વ્યવસ્થા કમિટી (Shri Amarnath Ji Shrine Board). સાથે જોડાયેલા એક પ્રવક્તાએ કહ્યું કે, સાંબાના ડે.ક્લેક્ટર અનુરાધા ગુપ્તા (Anuradha Gupta) એ યાત્રાળુઓને ટૂંકા રોકાણ માટે પસંદ કરાયેલી 22 જગ્યાઓની મુલાકાત લીધી છે. દરેક પોઈન્ટની સમીક્ષા કરી છે. તારીખ 30 જૂનથી શરૂ થનારી અમરનાથ યાત્રા (Amarnath Yatra) આ વખતે કુલ 43 દિવસ સુધી ચાલશે. સમગ્ર યાત્રા દરમિયાન શ્રદ્ધાળુઓને રોકાવવા, આરામ કરવા, તથા પીવાનું પાણી મળી રહે એ માટે નક્કી કરેલા દરેક પોઈન્ટની જાત તપાસ કરી છે. આ ઉપરાંત અધિકારીઓને આદેશ કર્યા છે કે, યાત્રાળુઓને કોઈ પરેશાની વેઠવી ન પડે એનું ધ્યાન રાખવામાં આવે. આ ઉપરાંત યાત્રાળુઓની સુવિધા માટે યોગ્ય એવા તમામ પગલાં અત્યારથી લેવામાં આવે છે.

આ પણ વાંચો:Amarnath Yatra Registration : બાબા બર્ફાની કા બૂલાવા આ ગયા, અમરનાથ યાત્રા 2022નું રજીસ્ટ્રેશન શરૂ

નોડલ અધિકારીને જવાબદારી:જે સ્થાનોની પસંદગી કરવામાં આવી છે એમાં સરકારી સ્કૂલ, કૉલેજ ભવન અને પરિસર, નોનાથ આશ્રમ, ઘગવાલ, વિજયપુર, બરિયાન મંદિર પાસે પરિસર તેમજ અન્ય કેટલાક સ્થાન પસંદ કરાયા છે. જ્યાં તમામ પ્રાથમિક સુવિધાઓ મળી રહે. કોવિડના કારણે બંધ થયેલી યાત્રા ફરી શરૂ થવાની છે એટલે આ વખતે લાખોની સંખ્યામં શ્રદ્ધાળુઓ આવશે. આ વાતને ધ્યાને લઈને પ્રાથમિક સુવિધાઓનું માળખું મજબુત કરવામાં આવી રહ્યું છે. નોડલ અધિકારીઓને જે તે વિસ્તારમાં ભાવિકોને રહેવાની, પીવાના પાણીની, આરામ કરવા અંગેની, સાફ સફાઈથી લઈને જમવાના સુધીની જવાબદારી સોંપવામાં આવી છે. રાઉન્ડ ધ ક્લોક આ તમામ પોઈન્ટની મુલાકાત લેવા અને રીપોર્ટિંગ કરવા માટે ડે.ક્લેક્ટર ગુપ્તાએ આદેશ આપ્યા છે. આ ઉપરાંત પ્રવાસીલક્ષી કેટલાક કામ પૂર્ણ કરી નાંખવા પણ કહ્યું છે.

ABOUT THE AUTHOR

...view details