- પોર્નોગ્રાફી કેસમાં (Pornography Case) ઉદ્યોગપતિ રાજ કુન્દ્રાની (Raj Kundra) મુશ્કેલી વધી
- ઉદ્યોગપતિ રાજ કુન્દ્રાની (Raj Kundra) કંપની સામે વધુ એક નવો કેસ નોંધાયો
- રાજ કુન્દ્રાની જામીન અરજી નામંજૂર
મુંબઈ: મુંબઈની એસ્પ્લેનેડ કોર્ટે (Esplanade Court) પોનોગ્રાફી મામલે (pornography case) રાજ કુંદ્રા (Raj Kundra) અને રયાન થોર્પ (Ryan Thorpe)ની જામીન અરજીને નામંજૂર કરી દીધી છે.
રાજ કુન્દ્રાની જામીન અરજી નામંજૂર
પોર્નોગ્રાફી કેસમાં (Pornography Case) સપડાયેલા ઉદ્યોગપતિ રાજ કુન્દ્રા (Raj Kundra)ની મુશ્કેલી વધતી જ જઈ રહી છે. કારણ કે, રાજ કુન્દ્રાની કંપની સામે વધુ એક નવો કેસ નોંધાયો છે, પરંતુ આ કેસમાં રાજનું નામ નથી. આ FIR રાજ કુન્દ્રાની (Raj Kundra) કંપની હોટશોટ અને ગહના વશિષ્ઠ (Gehana Vasisth) સામે નોંધવામાં આવી છે. આમાં ચાર પ્રોડ્યુસર્સના નામ પણ સામેલ છે. આ કેસ એક મોડલે કર્યો છે, જેણે કહ્યું હતું કે, તેને એડલ્ટ (Adult) કન્ટેન્ટવાળી ફિલ્મમાં કામ કરવા મજબૂર કરવામાં આવી હતી.
મોડલે મુંબઈ ક્રાઈમબ્રાન્ચ (Mumbai Crimebranch)નો સપંર્ક કર્યો હતો અને જણાવ્યું હતું કે, તેને મોટા બજેટની ફિલ્મનું વચન આપી એડલ્ટ કન્ટેન્ટવાળી ફિલ્મમાં કામ કરાવવામાં આવ્યું હતું. સમગ્ર મામલાને સાંભળીને ક્રાઈમબ્રાન્ચે મોડલને FIR નોંધાવવા કહ્યું હતું. જોકે, આ ઘટના માલવાની વિસ્તારની છે. આ માટે કેસ પણ માલવાની પોલીસ સ્ટેશન (Malvani Police Station)માં નોંધવામાં આવ્યો છે.
આ પણ વાંચો-Porn Film Case: રાજ કુંદ્રાને અદાલતે 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યો