રાજસ્થાન :જિલ્લાના મંદાર પોલીસ સ્ટેશને રવિવારે નોટોથી ભરેલી કાર ઝડપાઈ છે. પોલીસે કારને રોકીને તેની તલાશી લીધી, જેમાં ત્રણ કરોડ રૂપિયા મળી આવ્યા. આ સાથે પોલીસે આ કેસમાં બે લોકોની ધરપકડ કરી હતી. પોલીસે પકડાયેલા આરોપીની પૂછપરછ હાથ ધરી છે. સ્ટેશન ઓફિસર ભંવરલાલે જણાવ્યું હતું કે, આ પૈસા હવાલાના છે.
ગુજરાત જતી કારમાંથી 3 કરોડ રૂપિયા ઝડપાયા : મંદાર પોલીસ સ્ટેશનના અધિકારી ભંવરલાલે જણાવ્યું હતું કે, એસપી મમતા ગુપ્તાની સૂચના પર રવિવારે મંદાર ટોલ બ્લોક પર નાકાબંધી કરવામાં આવી રહી હતી, તે દરમિયાન સિરોહીથી ગુજરાત તરફ જતી કારને રોકવામાં આવી હતી. આ દરમિયાન કાર ચાલકને પૂછપરછ કરવામાં આવતા તે સંતોષકારક જવાબ આપી શક્યો ન હતો. પોલીસને કારમાં કોઈ શંકાસ્પદ વસ્તુ હોવાની શંકા હતી, જેના આધારે કારની તલાશી લેવામાં આવી હતી. કારની સીટ નીચે એક અલગ બોક્સ મળી આવ્યું હતું, જે ખોલીને તપાસ કરતાં રોકડ ભરેલું બંડલ મળી આવ્યું હતું. પોલીસે રૂપિયા સાથે કાર કબજે કરી હતી.
આ પણ વાંચો :Vadodara Crime News : સાવલી પોલીસે ભારતીય બનાવટનાં વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો