ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ત્રિપુરામાં પોલીસે NLFTના આતંકવાદીની ધરપકડ કરી

ત્રિપુરાના અગરતલામાં આતંકવાદી સંગઠન NLFTના પ્રશિક્ષિત આતંકવાદીની તેલિયામુરા વિભાગના આમ્પી ચૌમુહાની વિસ્તારથી ધરપકડ કરવામાં આવી હતી. ખાનગી સૂચના મળતા પોલીસની એક ટીમ અને TRSએ આમ્પી ચૌમુહાની વિસ્તારમાં દરોડા મારી કિશોરની ધરપકડ કરી હતી. એક અધિકારીએ આ અંગે જણાવ્યું હતું કે, જિરાનિયામાં બુદ્ધા દેબબર્માની ધરપકડ પછી પોલીસ કિશોરની તપાસમાં હતી. તેલિયામુરા SDPO સોના ચરણ જમાતિયા અને 12 બટાલિયન TSR ડેપ્યુટી કમાન્ડન્ટ શ્યામલ દેબબર્માના નેતૃત્વમાં દરોડા પાડવામાં આવ્યા હતા.

ત્રિપુરામાં પોલીસે NLFTના આતંકવાદીની ધરપકડ કરી
ત્રિપુરામાં પોલીસે NLFTના આતંકવાદીની ધરપકડ કરી

By

Published : Mar 30, 2021, 10:58 AM IST

  • ત્રિપુરામાં પોલીસે આતંકવાદીની ધરપકડ કરી
  • NLFTના આતંકવાદી કિશોર દેબબર્માની ધરપકડ
  • તેલિઆમુરા વિભાગના આમ્પી ચૌમુહાની વિસ્તારમાંથી પકડાયો આતંકવાદી

આ પણ વાંચોઃસોપોર હુમલામાં આગળ તપાસ ન કરવા માટે 4 પોલીસકર્મીને સસ્પેન્ડ કર્યા

અગરતલાઃ ત્રિપુરાના આતંકવાદી સંગઠન નેશનલ લિબરેશન ફ્રન્ટ ઓફ ત્રિપુરા (NLFT)ના પ્રશિક્ષિત આતંકવાદીની પોલીસે ધરપકડ કરી છે. પકડાયેલા આતંકવાદીનું નામ કિશોર દેબબર્મા છે. તેલિઆમુરા વિભાગના આમ્પી ચૌમુહાની વિસ્તારમાંથી તેની ધરપકડ કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃદેવરિયામાં હોળી રમ્યા બાદ નદીમાં સ્નાન કરવા ગયેલા 5 યુવક ડૂબ્યા

કિશોર ઘણા સમયથી પોલીસથી બચીને રહેતો હતો

આ અંગે મળતી માહિતી અનુસાર, ખાનગી સૂચના મળ્યા બાદ પોલીસની એક ટીમ અને TSRએ આમ્પી ચૌમુહાની વિસ્તારમાં દરોડા પાડી કિશોરની ધરપકડ કરી હતી. એક અધિકારીએ આ અંગે જણાવ્યું હતું કે, કિશોર એક આતંકવાદી હતો, જે ઘણા સમયથી પોલીસથી બચેલો હતો. આતંકવાદીની પૂછપરછથી જાણવા મળ્યું છે કે, આતંકવાદીઓનું એક જૂથ હિંસા કરવાની તૈયારીમાં છે. આ હિંસાથી TTAADC ચૂંટણીમાં મતદારોને પ્રભાવિત કરવાનું ષડયંત્ર કરવામાં આવી છે. અધિકારીએ વધુમાં જણાવ્યું કે, પકડાયેલો આતંકવાદી કિશોર દિલીપ દેબબર્માનો નજીકનો વ્યક્તિ છે હવે દિલીપ દેબબર્મા પોલીસના ટાર્ગેટ પર છે.

ABOUT THE AUTHOR

...view details