ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ભાગેડું નીરવ મોદીને ભારત લાવી શકાશે, યૂકે કોર્ટે આપી મંજૂરી

પંજાબ નેશનલ બેન્કમાંથી આશરે 2 અબજ ડોલરની છેતરપિંડીના કેસમાં લંડનની એક અદાલતે વોન્ટેડ હીરા ઉદ્યોગપતિ નીરવ મોદીના ભારત પ્રત્યાર્પણને મંજૂરી આપી છે.

Nirav Modi
Nirav Modi

By

Published : Feb 25, 2021, 5:38 PM IST

  • લંડનની અદાલત નીરવ મોદીના ભારત પ્રત્યાર્પણ અંગેનો ચુકાદો
  • PNBમાંથી આશરે બે અબજ ડોલરની છેતરપિંડીનો કેસ
  • નીરવ મોદી હાલમાં લંડનની જેલમાં બંધ

લંડન: પંજાબ નેશનલ બેન્કમાંથી આશરે બે અબજ ડોલરની છેતરપિંડીના કેસમાં લંડનની એક અદાલત વોન્ટેડ હીરા ઉદ્યોગપતિ નીરવ મોદીના ભારત પ્રત્યાર્પણ અંગેનો ચુકાદો સંભળાવી દીધો છે. નીરવ મોદી હાલમાં લંડનની જેલમાં બંધ છે.

આર્થર રોડ જેલની બેરેક 12 નીરવ મોદી માટે યોગ્ય

પ્રત્યાર્પણના કેસમાં સુનાવણી કરતી વખતે ન્યાયાધીશે સ્વીકાર્યું કે, નીરવ મોદી પર ભારતમાં કેસ ચાલે છે. આ સાથે જણાવ્યું કે, ભારતની આર્થર રોડ જેલની બેરેક 12 નીરવ મોદી માટે યોગ્ય છે.

જામીન મેળવવાના ઘણા પ્રયત્નો મેજિસ્ટ્રેટ કોર્ટ અને હાઇકોર્ટમાં નકારી કાઢવામાં આવ્યા

નીરવ મોદીને 19 માર્ચ 2019ના રોજ પ્રત્યાર્પણ વોરંટ પર ધરપકડ કરવામાં આવી હતી અને પ્રત્યાર્પણના મામલામાં થયેલી અનેક સુનાવણી દરમિયાન તે વોન્ડ્સવર્થ જેલમાંથી વીડિયો કડી દ્વારા સામેલ હતો. જામીન મેળવવાના તેમના ઘણા પ્રયત્નો મેજિસ્ટ્રેટ કોર્ટ અને હાઇકોર્ટમાં નકારી કાઢવામાં આવ્યા છે, કારણ કે તેના ફરાર થવાનું જોખમ છે.

ભારતમાંં તેને ગુનાહિત કાર્યવાહીનો સામનો કરવો પડશે

ભારતમાં સીબીઆઈ અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા નોંધાયેલા કેસ હેઠળ તેને ગુનાહિત કાર્યવાહીનો સામનો કરવો પડશે. આ સિવાય તેની વિરુદ્ધ કેટલાક અન્ય કેસ પણ ભારતમાં નોંધાયેલા છે.

ABOUT THE AUTHOR

...view details