- રાજસ્થાનમાં 157 નવી મેડિકલ કોલેજને મંજૂરી આપવામાં આવી
- ચાર મેડિકલ કોલેજોનો શિલાન્યાસ પણ કરવામાં આવશે
- મનસુખ માંડવિયા રહેશે હાજર
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે સવારે 11 વાગ્યે રાજસ્થાનના જયપુર જિલ્લામાં સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યુટ ઓફ પેટ્રોકેમિકલ્સ એન્જિનિયરિંગ એન્ડ ટેક્નોલોજી (CIPET) નું ઉદ્ઘાટન કરશે. વડાપ્રધાન ગુરુવાર સવારે 11 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા રાજસ્થાનના બાંસવાડા, સિરોહી, હનુમાનગઢ અને દૌસા જિલ્લામાં ચાર મેડિકલ કોલેજોનો શિલાન્યાસ પણ કરશે.
157 મેડિકલ કોલેજની મંજૂરી આપવામાં આવી
વડાપ્રધાન કાર્યાલય દ્વારા એક અખબારી યાદી મુજબ, આ મેડિકલ કોલેજોને જિલ્લા/ રેફરલ હોસ્પિટલો સાથે જોડાયેલ નવી મેડિકલ કોલેજોની સ્થાપના માટે કેન્દ્ર પ્રાયોજિત યોજના હેઠળ મંજૂરી આપવામાં આવી છે. "મેડિકલ કોલેજોની સ્થાપનાને વંચિત, પછાત અને મહત્વાકાંક્ષી જિલ્લાઓને પ્રાધાન્ય આપવામાં આવે છે. યોજનાના ત્રણ તબક્કાઓ હેઠળ, દેશભરમાં 157 નવી મેડિકલ કોલેજોને મંજૂરી આપવામાં આવી છે."
આ પણ વાંચો : રાજ્યમાં ભારે વરસાદ: મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે બેઠક યોજીને વરસાદી પરિસ્થિતિની સમીક્ષા કરી