નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 6 જાન્યુઆરી 2022ના રોજ સંયુક્ત આરબ અમીરાતની(PM Narendra Modi visits UAE) મુલાકાત લે તેવી શક્યતા છે. નવા વર્ષમાં આ તેમનો પ્રથમ વિદેશ પ્રવાસ હશે. જો કે, તારીખને લઈને હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. મળતી માહિતી અનુસાર ભારત અને UAE 6 જાન્યુઆરીની આસપાસ પ્રવાસનું આયોજન કરવાનું વિચારી રહ્યા છે.
વડાપ્રધાન દુબઈ એક્સપોની મુલાકાતની શક્યતા
વડાપ્રધાનની વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ ગલ્ફ કન્ટ્રીની પ્રસ્તાવિત મુલાકાત એવા સમયે આવી શકે છે જ્યારે બંને દેશો તેમના રાજદ્વારી સંબંધોના 50 વર્ષ પૂર્ણ કરી રહ્યા છે. સૂત્રોના અનુસાર મોદી આ દરમિયાન દુબઈ એક્સપોની મુલાકાત(PM Modi visits Dubai Expo) પણ લઈ શકે છે.
વેપાર અને રોકાણ ચર્ચા
ભારત અને UAE આર્થિક સંબંધોને(Relations Between India and UAE) વધુ મજબૂત કરવા માટે વ્યાપક મુક્ત વેપાર કરાર માટે વાટાઘાટો કરી રહ્યા છે અને આ મુલાકાત દરમિયાન કેટલાક વિષય પર આગળ વધે તેવી શક્યતા છે. ભારત અને સંયુક્ત આરબ અમીરાત તાજેતરમાં ચાર દેશોના નવા જૂથમાં જોડાયા છે, જે વેપાર અને રોકાણ સંબંધિત વિષયો પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે. જૂથના અન્ય બે સભ્યો યુએસ અને ઇઝરાયેલ છે.
UAE એ US પછી ભારતનું બીજું સૌથી મોટું નિકાસ સ્થળ
2015માં મોદીની UAEની મુલાકાત પછી બંને દેશો વચ્ચેના સંબંધોમાં નોંધપાત્ર પ્રગતિ જોવા મળી હતી અને તેને ભાગીદારીમાં નવા યુગની શરૂઆત તરીકે જોવામાં આવ્યું હતું. સમૃદ્ધ વ્યાપારી સંબંધો ઉપરાંત, ભારત અને UAE મજબૂત વ્યૂહાત્મક ભાગીદારી પણ ધરાવે છે, જેમાં વર્ષોથી જબરદસ્ત વૃદ્ધિ જોવા મળી છે. ઉલ્લેખનીય છે કે UAE એ US પછી ભારતનું બીજું સૌથી મોટું નિકાસ સ્થળ(World Largest Export Destination) છે. UAEએ ભારતમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા અને રોકાણ(UAE Invests in India for Infrastructure) કરવા માટે 100 અબજ ડોલર પ્રતિબદ્ધ છે.