જોધપુર: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુરૂવારે રાજસ્થાનની મુલાકાતે આવ્યાં હતા. તેમણે જોધપુરમાં 5900 કરોડ રૂપિયાની 18 વિકાસ પરિયોજનાનો શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું. સાથે જ તેમણે હેરિટેજ ટ્રેનને લીલી ઝંડી પણ આપી. આ દરમિયાન તેમણે એક જાહેર સભા સંબોધતા કહ્યું હતું કે, ભારત સરકાર રાજસ્થાનમાં ચારે દિશામાં તેજ ગતિથી કામ કરી રહી છે. તેમણે કહ્યું કે, ભારત વિકસિત ત્યારે જ થશે, જ્યારે રાજસ્થાન વિકસિત થશે. આપણે મળીને રાજસ્થાનને વિકસિત બનાવવું પડશે.
રાજસ્થાનમાં કાર્ય ગણાવ્યાં: પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, આજે આપણે સૌ કોઈએ જે પ્રયાસ કર્યા છે, તેનું પરિણામ જોવા મળી રહ્યું છે અને અનુભવ કરી રહ્યાં છીએ. તેમણે રાજસ્થાનના રેલવે નેટવર્કને બેસ્ટ બનાવવાની દિશામાં કરાયેલા કાર્યોને ગણાવતા કહ્યું કે, આ વર્ષે રેલવેના વિકાસ માટે 9500 કરોડનું બજેટ આપવામાં આવ્યું છે. આ બજેટ ગત સરકારનું વાર્ષિક સરેરાશ બજેટથી 14 ગણું વધું છે. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, આ કોઈ રાજકીય નિવેદન નથી પરંતુ વાસ્તવિક્તા છે.
પીએમનું જનતાને સંબોધન: પ્રધાનમંત્રી મોદીએ વધુમાં કહ્યું કે, વર્ષ 2014 સુધીમાં રાજસ્થાનમાં 600 કિલોમીટર રેલ લાઈનનું વિદ્યુતીકરણ થયું હતું. ત્યાર બાદથી અત્યાર સુધીમાંં 3700 કિલોમીટરથી વધુ વિદ્યુતીકરણ થઈ ચુક્યું છે. તો અમૃત ભારત રેલવે સ્ટેશનના પગલે રાજસ્થાનના 80 થી વધુ રેલવે સ્ટેશનને વિકસિત કરવામાં આવી રહ્યાં છે. પ્રધાનમંત્રી મોદીએ ઉમેર્યુ હતું કે, જ્યાં ગરીબ અને મધ્યમ વર્ગની વ્યક્તિ અવર-જવર કરે છે તેવા રેલવે સ્ટેશનોને ઉત્તમ બનાવી દઈશ. આ યોજનામાં જોધપુરનું રેલવે સ્ટેશન પણ સામેલ છે. તેમણે કહ્યું કે, રેલ લાઈનના વિકાસથી યાત્રાનો સમય ઘટશે.
વિકાસ કાર્યોથી લોકલ અર્થવ્યવસ્થાને વેગ: પ્રધાનમંત્રી મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, થોડા દિવસો પહેલાં વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવવાનો અવસર મળ્યો હતો. આ તમામ વિકાસ કાર્યોથી લોકલ અર્થવ્યવસ્થાને બળ મળશે અને રોજગારના નવા અવસર વધશે. આ અવસરે રાજ્યપાલ કલરાજ મિશ્ર, ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીપી જોશી, કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત અને કેન્દ્રીય મંત્રી કૈલાશ ચૌધરી ઉપસ્થિત રહ્યાં હતાં.
મેડિકલ, એન્જીનિયરિંગ ખાસ ઓળખ: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, રાજસ્થાનની મેડિકલ, એન્જીનિયરિંગમાં અલગ ઓળખ રહી છે. કોટાએ અસંખ્ય ડોક્ટર આપ્યાં છે. તેમણે કહ્યું કે, ટ્રોમા ઈમરજન્સી તેમજ ક્રિટિકલ કેર હોસ્પિટલ વિકસિત કરવામાં આવી રહ્યાં છે. એઈમ્સ જોધપુર અને આઈઆઈટી જોધપુર સંસ્થાન દેશના પ્રીમિયર ઈન્સટીટ્યૂટ બની રહ્યાં છે, તેનાથી મેડિકલ ટૂરિજમને વેગ મળશે. તેમણે એમ પણ કહ્યું તે, ભારત વિકસિત ત્યારે જ થશે, જ્યારે રાજસ્થાન વિકસિત થશે. પીએમ મોદીએ કહ્યું કે, આપણે સૌ કોઈએ સાથે મળીને રાજસ્થાનને વિકસિત બનાવવાનું છે.
- Bjp aap poster war: દિલ્હીમાં ભાજપ-આપ વચ્ચે પોસ્ટર વોર, ભાજપે સંજય સિંહ અને મનીષ સિસોદિયાનું નવું પોસ્ટર કર્યુ જાહેર
- West Bengal News: મમતા સરકારના ફૂડ મિનિસ્ટર રથિન ઘોષના ઘર સહિત 13 સ્થળો પર પર EDએ રેડ કરી