નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્રમોદીસરકારી યોજનાઓ અને કાર્યક્રમોના અમલીકરણની પ્રગતિ અને વર્તમાન સ્થિતિ વિશે માહિતી મેળવવા માટે આજે શનિવારે સવારે 11 વાગ્યે વિવિધ જિલ્લાઓના જિલ્લા મેજિસ્ટ્રેટ (PM Modi Interact With DMs) સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વાતચીત (Will communicate via video conferencing) કરશે.
વડાપ્રધાન મોદી વિકાસના મુદ્દાઓ અંગે સીધો સંવાદ કરશે
PMOની એક પ્રેસ રિલીઝમાં જણાવવામાં આવ્યું હતું કે, વડાપ્રધાન મોદી વિકાસના મુદ્દાઓ (PM Modi will have direct dialogue on development issues) અંગે સીધો સંવાદ કરશે. આ ઉપરાંત, જિલ્લાઓમાં સરકારી યોજનાઓ અને કાર્યક્રમોના અમલીકરણની સ્થિતિ અંગે પણ માહિતી મેળવશે.
સંવાદથી જિલ્લાઓમાં કામગીરીની સમીક્ષામાં મદદ મળશે
PMOએ જણાવ્યું હતું કે, આ સંવાદથી જિલ્લાઓમાં કામગીરીની સમીક્ષામાં મદદ મળશે. આ ઉપરાંત, જે પડકારોનો સામનો કરવામાં આવી રહ્યો છે તે અંગે પણ યોગ્ય રસ્તો મળી રહેશે. આ વાતચીતનો હેતુ તમામ હિસ્સેદારો સાથે મિશન મોડમાં જિલ્લાઓમાં વિવિધ વિભાગો દ્વારા વિવિધ યોજનાઓની સંતૃપ્તિ હાંસલ કરવાનો છે.