ગુજરાત

gujarat

ETV Bharat / bharat

PM મોદી આજે વીડિયો કોન્ફરન્સથી આસામમાં મહાબાહુ-બ્રહ્મપુત્રનું ઉદ્ઘાટન કરશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી આસામમાં 'મહાબાહુ બ્રહ્મપુત્ર'નું ઉદ્ઘાટન કરશે. આ સાથે જ વડાપ્રધાન ઘુબરી-ફૂલબારી સેતુનો શિલાન્યાસ પણ કરશે. આ ઉપરાંત માજુલી સેતુના નિર્માણ માટે વડાપ્રધાન ભૂમિપૂજન કરશે. મહાબાહુ બ્રહ્મપુત્રનો ઉદ્દેશ ભારતના પૂર્વીય ભાગોમાં સંપર્ક વધારવાનો છે અને બ્રહ્મપુત્ર અને બરાક નદીના કિનારે રહેતા લોકો માટે વિવિધ વિકાસલક્ષી ગતિવિધિઓને વિકસાવવાનું છે.

By

Published : Feb 18, 2021, 8:49 AM IST

PM મોદી આજે વીડિયો કોન્ફરન્સથી આસામમાં મહાબાહુ-બ્રહ્મપુત્રનું ઉદ્ઘાટન કરશે
PM મોદી આજે વીડિયો કોન્ફરન્સથી આસામમાં મહાબાહુ-બ્રહ્મપુત્રનું ઉદ્ઘાટન કરશે

  • વડાપ્રધાન મોદી ઘુબરી-ફૂલબારી સેતુનો પણ શિલાન્યાસ કરશે
  • વ્યવસાયિક સુગમતા માટે ડિજિટલી સમાધાનની શરૂઆત કરાશે
  • મહાબાહુ બ્રહ્મપુત્રનો ઉદ્દેશ વિકાસલક્ષી ગતિવિધિનો વિકાસ કરવો

નવી દિલ્હીઃ PMO તરફથી મળતી માહિતી અનુસાર, મહાબાહુ-બ્રહ્મપુત્રની શરૂઆત જોગીઘોપા સ્થિત આંતરદેશીય જળ પરિવહન ટર્મિનલ પર નિમાતી-માજુલી દ્વીપ, ઉત્તરી ગુવાહાટી-દક્ષિણી ગુવાહાટી અને ઘુબરી-હાટસિંગીમારી શિલાન્યાસ વચ્ચે પોત સંચાલનના ઉદ્ઘાટન સાથે થશે.

મહાબાહુ બ્રહ્મપુત્રનો ઉદ્દેશ ભારતના પૂર્વીય ભાગોમાં સંપર્ક વધારવાનો છે

આ ઉપરાંત વ્યવસાયિક સુગમતા માટે ડિજિટલી સમાધાનની શરૂઆત પણ કરવામાં આવશે. મહાબાહુ બ્રહ્મપુત્રનો ઉદ્દેશ ભારતના પૂર્વીય ભાગોમાં સંપર્ક વધારવાનો છે અને બ્રહ્મપુત્ર અને બરાક નદીના કિનારે રહેતા લોકો માટે વિવિધ વિકાસલક્ષી ગતિવિધિઓને વિકસાવવાનું છે.

ABOUT THE AUTHOR

...view details