- કોરોનાની મહામારીને લઈને વડાપ્રધાન મોદી આજે કરશે વાતચીત
- કોરોનાની બીજી લહેર સામે લડવા, તે અંગેની તૈયારી પર થશે સંવાદ
- વડાપ્રધાન મોદી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી કરશે સમીક્ષા
નવી દિલ્હી: વડાપ્રધાન મોદી આજે કોરોનાની બીજી લહેરની સ્થિતિ પર પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં ડૉકટર્સ, સ્વાસ્થ્યકર્મી અને ઉચ્ચ હોદ્દા પર તૈનાત અન્ય કર્મીઓ સાથે સંવાદ કરશે. વડાપ્રધાન કાર્યાલય તરફથી એક નિવેદનમાં કહેવામાં આવ્યું કે, 'વડાપ્રધાન મોદી આ સંવાદ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સવારે 11 વાગ્યે કરશે'
આ પણ વાંચો: 1000 કરોડની સહાય: મુખ્યપ્રધાન રૂપાણીએ વડાપ્રધાનનો આભાર માન્યો
વડાપ્રધાન મોદી કોવિડ તેમજ નોન-કોવિડ હોસ્પિટલના કાર્યોની સમીક્ષા કરશે
આ દરમિયાન વડાપ્રધાન પંડિત રાજન મિશ્રા કોવિડ હોસ્પિટલ સહિત વારાણસીના વિભિન્ન કોવિડ હોસ્પિટલના કાર્યોની સમીક્ષા કરશે. સાથે જ તેઓ જિલ્લાની અન્ય નોન-કોવિડ હોસ્પિટલના કાર્યોની પણ સમીક્ષા કરશે. ઉલ્લેખનીય છે કે, પંડિત રાજન મિશ્રા કોવિડ હોસ્પિટલનું નિર્માણ રક્ષા અનુસંધાન અને વિકાસ સંગઠન (DRDO) અને સેનાના સંયુક્ત પ્રયાસોથી આરંભ કરાયો છે.
કોરોનાની બીજી લહેર સામેની તૈયારીઓને લઈને થશે ચર્ચાઓ
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, વડાપ્રધાન આ સમીક્ષા બેઠક દરમિયાન કોરોનાની બીજી લહેર સામે પહોંચી વળવા તેમજ હાલમાં તે બાબતને લઈને પ્રયાસો અને ભવિષ્યની તૈયારીઓ પર ચર્ચા પણ કરશે.
આ પણ વાંચો: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કોવિડ મેનેજમેન્ટ પર કરશે ચર્ચા, રાજ્યો-જિલ્લાના અધિકારીઓ સાથે કરશે વાતચીત