ગુજરાત

gujarat

ETV Bharat / bharat

મોદી 10 રાજ્યોના મુખ્યપ્રધાન અને નાયબ મુખ્યપ્રધાન સાથે કરશે વાતચીત, મમતા પણ આપશે હાજરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 10 રાજ્યો-છતીસગઢ, હરિયાણા, કેરળ, મહારાષ્ટ્ર, ઓડિશા, પુંડુચેરી, રાજસ્થાન, ઉતર પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને આંધ્રપ્રદેશના 10 રાજ્યોના જિલ્લા મેજિસ્ટ્રેટ્સ અને ક્ષેત્ર અધિકારીઓ સાથે વાતચીત કરશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 10 રાજ્યોના અધિકારો સાથે કરશે વાતચીત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 10 રાજ્યોના અધિકારો સાથે કરશે વાતચીત

By

Published : May 20, 2021, 11:59 AM IST

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 10 રાજ્યોના અધિકારો સાથે કરશે વાતચીત
  • મુખ્યપ્રધાન મમતા બેનર્જી પણ આ બેઠકમાં લેશે ભાગ
  • કોરોના મહામારી અંગે થશે ચર્ચા

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 20 મેના રોજ રાજ્ય અને જિલ્લાના અધિકારીઓ સાથે કોરોના મહામારી અંગે અધિકારો સાથે વાતચીત કરશે. વડાપ્રધાન કચેરીએ માહિતી આપી હતી કે, આ બેઠકમાં છતીસગઢ, હરિયાણા, કેરળ, મહારાષ્ટ્ર, ઓડિશા, પુંડુચેરી, રાજસ્થાન, ઉતર પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને આંધ્રપ્રદેશના અધિકારીઓ ભાગ લેશે.

આ પણ વાંચો: રાજ્યમાં તૌકતે વાવાઝોડાથી થયેલા નુકસાનનું નિરીક્ષણ કરવા વડાપ્રધાન મોદી આજે ગુજરાતમાં

જિલ્લો કોરોનાને હાર આપશેે ત્યારે જ દેશ કોરોના સામેના યુદ્ધમાં જીતશે: વડાપ્રધાન

આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે વીડિયો કોન્ફરન્સ દ્વારા રાજ્યો અને જિલ્લાના અધિકારીઓ સાથે વાતચીત પણ કરી હતી. વડાપ્રધાને તેમના સંબોધનમાં કહ્યું હતું કે, કોવિડ -19 રોગચાળાની બીજી લહેરમાં ગ્રામીણ અને દુર્ગમ વિસ્તારો પર ઘણું ધ્યાન આપવું પડશે. તેમણે કહ્યું કે, જ્યારે જિલ્લો કોરોનાને હાર આપશેે ત્યારે જ દેશ કોરોના સામેના યુદ્ધમાં જીતશે. આ સાથે કોવિડ-19 સામેની લડતમાં એક શક્તિશાળી માધ્યમ હોવાનું કહેવામાં આવ્યું હતું અને કહ્યું હતું કે, તેના પુરવઠાને મોટા પાયે સુનિશ્ચિત કરવા સરકારના પ્રયાસો ચાલુ છે.

આ પણ વાંચો: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાવનગરથી તૌકતે વાવાઝોડાનું કરશે હવાઇ નિરીક્ષણ

બેઠકમાં મમતા બેનર્જી લેશે ભાગ

તેમજ પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી આજે આ બેઠકમાં ભાગ લેશે.

ABOUT THE AUTHOR

...view details