- વડાપ્રધાને વેક્સિનેશનના બીજા તબક્કામાં લીધી કોવેક્સિન
- દિલ્લી AIIMSમાં વહેલી સવારે રસી લીધાની જાણ કરતું ટ્વીટ કર્યું
- આજથી 45 વર્ષથી વધું વયના લોકો માટે આજથી વેક્સિનેશનનો બીજો તબક્કો
નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીના AIIMSમાં આજે વહેલી સાવરે કોરોના રસી લગાવી છે. તમને જણાવી દઈએ કે, કોવિડ -19 રસીકરણ અભિયાનનો આગલો તબક્કો 60 વર્ષથી વધુ ઉંમરના લોકો અને અન્ય રોગોથી પીડિત, 45 વર્ષ કે તેથી વધુ લોકો માટે આજથી શરૂ થશે અને કો-વિન 2.0 પોર્ટલ પર સવારના નવ વાગ્યે નોંધણીની શરુઆત થશે.
આજથી 45 વર્ષથી વધું વયના લોકો માટે આજથી વેક્સિનેશનનો બીજો તબક્કો
નાગરિકો કોઈ પણ સમયે અને ગમે ત્યાં કો-વિન 2.0 પોર્ટલનો ઉપયોગ કરી શકશે અથવા આરોગ્ય સેતુ જેવી અન્ય ITએપ્લિકેશનના માધ્યમથી રસીને રજીસ્ટર કરી શકશે. આવા બધા નાગરિકો કે જેઓ 1 જાન્યુઆરી, 2022ના રોજ વયસ્ક અથવા 60 વર્ષ કે તેથી વધુ વયના હશે અને 1 જાન્યુઆરી, 2022ના રોજ 45 થી 59 વર્ષની વય ધરાવતા અને 20 રોગોમાંથી કોઈ એકથી પીડાતા નાગરિકો નોંધણી કરી શકશે.
વડાપ્રધાન મોદીએ ભારત બાયૉટેકની કોવેક્સીનનો લિધો ડોઝ બીજા તબક્કામાં 27 કરોડ લોકોને લાભ મળશે
આ નવી ઇમ્યુનાઇઝેશન અભિયાનથી 27 કરોડ લોકોને ફાયદો થશે, 12 હજારથી વધુ સરકારી અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને ઇમ્યુનાઇઝેશન ઝડપી બનાવવાનું કામ સોંપવામાં આવ્યું છે, પરંતુ મેક્સ, એપોલો અને ફોર્ટિસ જેવી કેટલીક મોટી ખાનગી હોસ્પિટલો આ અભિયાનમાં જોડાશે નહીં.