ગુજરાત

gujarat

ETV Bharat / bharat

PM મોદીએ ઈ બુક 'મેરિટાઈમ ઈન્ડિયા વિઝન 2030'નું લોન્ચિંગ કર્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મેરિટાઈમ ઈન્ડિયા સમિટ 2021નું ઉદ્ઘાટન કર્યું હતું. વડાપ્રધાને વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી ઈ બુક મેરિટાઈમ ઈન્ડિયા વિઝન 2030નું પણ લોન્ચિંગ કર્યું હતું.

PM મોદીએ ઈ બુક 'મેરિટાઈમ ઈન્ડિયા વિઝન 2030'નું લોન્ચિંગ કર્યું
PM મોદીએ ઈ બુક 'મેરિટાઈમ ઈન્ડિયા વિઝન 2030'નું લોન્ચિંગ કર્યું

By

Published : Mar 2, 2021, 5:14 PM IST

  • વડાપ્રધાને ઈ બુક મેરિટાઈમ ઇન્ડિયા વિઝન 2030નું ઈ-લોન્ચિંગ કર્યું
  • વડાપ્રધાને સાગર મંથન મર્કેન્ટાઈલ મેરિટાઈમ ડોમેન અવેરનેસ સેન્ટરનો પણ શુભારંભ કર્યો
  • વિશ્વને ભારત આવવા અને વૃદ્ધિ માર્ગનો હિસ્સો બનવા આમંત્રિત કરવા માગું છુંઃ વડાપ્રધાન

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગથી મેરિટાઈમ ઈન્ડિયા સમિટ 2021નું ઉદ્ઘાટન કર્યું હતું. આ દરમિયાન વડાપ્રધાને ઈ બુક મેરિટાઈમ ઈન્ડિયા વિઝન 2030નું પણ ઓનલાઈન લોન્ચિંગ કર્યું હતું. વડાપ્રધાને સાગર મંથન મર્કેન્ટાઈલ મેરિટાઈમ ડોમેન અવેરનેસ સેન્ટરનો પણ શુભારંભ કર્યો હતો.

શિપ બિલ્ડિંગને પ્રોત્સાહિત કરવા શિપ બિલ્ડિંગ ફાઈનાન્શિયલ એસિસ્ટેન્ટ્સ પોલિસીને મંજૂરી

વડાપ્રધાને આ પ્રસંગે કહ્યું હતું કે, સમિટ આ ક્ષેત્રથી સંબંધિત ઘણા હિતધારકોને એક સાથે લઈ આવે છે. મને વિશ્વાસ છે કે અમે સમુદ્રી અર્થવ્યવસ્થાને વધારવામાં મોટી સફળતા મેળવીશું. આ મેરિટાઈમ ઇન્ડિયા સમિટના માધ્યમથી હું વિશ્વને ભારત આવવા અને અમારી વૃદ્ધિ માર્ગનો હિસ્સો બનવા માટે આમંત્રિત કરવા માગું છું. ભારત સમુદ્રી ક્ષેત્રમાં આગળ વધવા માટે ખૂબ જ ગંભીર છે. ભારત સરકાર ડોમેસ્ટિક શિપ બિલ્ડિંગ અને શિપ રિપેયર માર્કેટ પર ધ્યાન આપી રહી છે. ડોમેસ્ટિક શિપ બિલ્ડિંગને પ્રોત્સાહિત કરવા માટે અમે ભારતીય શિપયાર્ડ માટે શિપ બિલ્ડિંગ ફાઈનાન્શિયલ એસિસ્ટેન્ટ્સ પોલિસીને મંજૂરી પણ આપી છે.

ઘણા દેશોના પ્રખ્યાત વક્તા પોતાના વિચાર રજૂ કરશે

આ સંમેલનનું આયોજન પોર્ટ પરિવહન અને જળમાર્ગ મંત્રાલય દ્વારા કરવામાં આવી રહ્યું છે. આનું આયોજન 2થી 4 માર્ચ સુધી ડિજિટલ માધ્યમથી થશે. આ સંમેલનમાં ઘણા દેશોના પ્રખ્યાત વક્તા પોતાના વિચાર રજૂ કરશે.

ABOUT THE AUTHOR

...view details