- લાલ કૃષ્ણ અડવાણી આજે 93 વર્ષના થયા
- વડાપ્રધાન મોદીએ જન્મદિવસની શુભેચ્છા પાઠવી
- તેમનો જન્મ 8 નવેમ્બરના રોજ કરાચીમાં થયો
નવી દિલ્હી : ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી રવિવારે 93 વર્ષના થઈ ગયા છે. તેમનો જન્મ 8 નવેમ્બરના રોજ કરાચીમાં એક સિંધી પરિવારમાં થયો હતો.વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે, લોકો સુધી પહોંચવાની સાથે દેશના વિકાસમાં મહત્તવની ભૂમિકા નિભાવનારા પૂજનીય શ્રી લાલકૃણ્ણ અડવાણીને જન્મદિવસની શુભેચ્છા.તેઓ પાર્ટીના કાર્યકર્તાઓ તથા દેશવાસીઓ માટે પ્રેરણા રૂપ છે. હું તેમના લાંબા જીવન અને તેમના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરું છું.
લાલ કૃષ્ણ અડવાણીનો જન્મ કરાચીમાં થયો
ભાજપના વરિષ્ઠ નેતા અને દેશના સાતમાં નાયબ વડા પ્રધાન લાલકૃષ્ણ અડવાણીનો જન્મ 8 નવેમ્બર 1927 ના રોજ પાકિસ્તાનના કરાચીમાં એક હિન્દુ સિંધી પરિવારમાં થયો હતો. તેમના પિતાનું નામ કિશનચંદ અડવાણી અને માતાનું નામ જ્ઞાની દેવી છે. તેમના પિતા વ્યવસાયે ઉદ્યોગસાહસિક હતા.