મોહાલીઃ આમ આદમી પાર્ટીની સરકાર દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi in mohali in Punjab) પહેલીવાર પંજાબની મુલાકાતે છે. આ અંગે વહીવટીતંત્ર દ્વારા સુરક્ષાની (PM Narendra Modi Securities) પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો એન્ટ્રી ગેટ પર તૈનાત પોલીસ કર્મચારીઓને (Mohali Police PM Duty) સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી કે, કાર્યક્રમમાં આવતા કોઈ વ્યક્તિને કાળા રંગના કપડાં સાથે એન્ટ્રી આપવી નહીં. એટલું જ નહીં કાળો ડ્રેસ પણ પહેર્યો હોય તો પ્રવેશવા દેવાના (Ban on Black shirts and T shirts) નથી. આ કાર્યક્રમ શરૂ થાય એ પહેલા જ સુરક્ષા કર્મચારીઓને આ અંગે એલર્ટ કરી દેવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: લો બોલો, યુપીમાં નકલી આર્મી ઓફિસરની ધરપકડ, સેનાનું આઈકાર્ડ પણ મળી આવ્યુ
આ વસ્તુઓની મંજૂરી નહીં:એક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પંડાલની અંદર 24 વસ્તુઓની મંજૂરી નથી. જેમ કે દોરડું, રમતગમતના સાધનો, વોકી ટોકી, પાણીની બોટલ, પાણીની બોટલ ખોલનાર, કાતર, છરી, કોઈપણ તીક્ષ્ણ લોખંડની વસ્તુ, કોઈપણ પ્રકારનું કેમિકલ, કોઈપણ જ્વલનશીલ પદાર્થ, નેઈલ કટર, લોન્ડ્રી સાબુ, કોઈપણ રીમોટ, વાયરલેસ ઉપકરણ, કોઈપણ તીક્ષ્ણ, ફૂટબોલ , બોલ, વાંધાજનક વસ્તુઓ અથવા ફોટાવાળી ટી-શર્ટ, કોઈપણ જેલ અથવા લેડી મેકઅપની વસ્તુ, કોઈપણ પ્રકારનું કાળું કાપડ અંદર નહીં લઈ જાય.
આ પણ વાંચો: બીજેપી ધારાસભ્ય ટી રાજા સિંહને જામીન આપવાના વિરોધમાં હૈદરાબાદમાં હિંસક વિરોધ
આ પણ ગાઈડલાઈન:આ ઉપરાંત રૂમાલ, કોઈપણ પ્રકારનો કાળો સ્પ્રે, કાળી શાહી અથવા પેઇન્ટ, કોઈપણ પ્રકારના બેનર અથવા કાગળની પ્રિન્ટ આઉટ નકલ, કોઈપણ ધ્વજ રાષ્ટ્રધ્વજ સિવાય કોઈપણ પેન, પેન્સિલ અંદર નહીં જાય. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોહાલીમાં હોમી ભાભા કેન્સર હોસ્પિટલનું ઉદ્ઘાટન કરશે, જે પડોશી રાજ્યોના કેન્સરના દર્દીઓ માટે પણ વરદાન સાબિત થશે. આ સાથે પીએમ મોદી રિસર્ચ સેન્ટરનું ઉદ્ઘાટન પણ કરશે. કાર્યક્રમમાં પીએમ મોદીએ કહ્યું કે આ હોસ્પિટલ દેશની આરોગ્ય સુવિધાઓમાં સુધારનું પ્રતિબિંબ છે. પંજાબ અને હરિયાણાની સાથે હિમાચલ પ્રદેશના લોકોને પણ આ કેન્દ્રનો લાભ મળશે.