ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Savarkar Death Anniversary : વડાપ્રધાન મોદી સહિતના નેતાઓએ આપી સાવરકરને શ્રદ્ધાંજલિ

આજે શનિવારે સ્વાતંત્ર્ય સેનાની વીર સાવરકરની 56મી પુણ્યતિથિ (Veer Savarkar's Punyatithi) પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi Pays Tribute To Veer Savarkar) સહિત દેશના ઘણા મોટા નેતાઓએ શ્રદ્ધાંજલિ આપી હતી. આ અવસર પર તેમને શ્રદ્ધાંજલિ આપતાં વડાપ્રધાને કહ્યું કે, તેમનું જીવન હંમેશા દેશવાસીઓ માટે પ્રેરણા સ્ત્રોત બની રહેશે.

Savarkar Death Anniversary : વીર સાવરકરની પુણ્યતિથિ : PM મોદી સહિતના નેતાઓએ આપી શ્રદ્ધાંજલિ
Savarkar Death Anniversary : વીર સાવરકરની પુણ્યતિથિ : PM મોદી સહિતના નેતાઓએ આપી શ્રદ્ધાંજલિ

By

Published : Feb 26, 2022, 11:37 AM IST

નવી દિલ્હી: મહાન ક્રાંતિકારી વિનાયક દામોદર સાવરકરની 56મી પુણ્યતિથિ (Veer Savarkar's Punyatithi) પર આજે શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ઘણા મોટા નેતાઓએ શ્રદ્ધાંજલિ આપી હતી. આ અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi Pays Tribute To Veer Savarkar) તેમને શ્રદ્ધાંજલિ આપતા કહ્યું કે, તેમનું જીવન હંમેશા દેશવાસીઓ માટે પ્રેરણા સ્ત્રોત બની રહેશે.

વીર સાવરકનું જીવન હંમેશા દેશવાસીઓ માટે પ્રેરણા સ્ત્રોત બની રહેશે : PM મોદી

એક ટ્વિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, મહાન સ્વાતંત્ર્ય સેનાની વીર સાવરકર, બલિદાન અને દ્રઢતાના પ્રતિક, તેમની પુણ્યતિથિ પર તેમને નમસ્કાર. માતૃભૂમિની સેવામાં સમર્પિત તેમનું જીવન હંમેશા દેશવાસીઓ માટે પ્રેરણા સ્ત્રોત બની રહેશે.

આ પણ વાંચો:વડાપ્રધાને વીર સાવરકરને જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી

સરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે વીર સાવરકરની પુણ્યતિથિ શ્રદ્ધાંજલિ અર્પણ કરી

આ સાથે સરક્ષણ પ્રધાન રાજનાથ (Rajnath Singh Pays Tribute To Veer Savarkar) સિંહે ટ્વીટ કર્યું કે, વીર સાવરકરની પુણ્યતિથિ પર હું તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામમાં તેમણે બ્રિટિશ શાસન સામે ખૂબ જ હિંમતભેર લડત આપી અને જેલમાં ઘણી યાતનાઓ વેઠી. તેમનો સંઘર્ષ અને સાહસ દરેક ભારતીયને હંમેશા પ્રેરણા આપશે.

આ પણ વાંચો:આધુનિક ભારતના પિતા સમાજ સુધારક રાજા રામમોહન રોયની આજે પુણ્યતિથિ, તેમના જીવન વિશે જાણો

વીર સાવરકર સમાજ સુધારક, ઈતિહાસકાર, રાષ્ટ્રવાદી નેતા અને વિચારક તરીકે જાણીતા

સ્વતંત્રતા સેનાની વિનાયક દામોદર સાવરકરનો જન્મ 28 મે 1883ના રોજ થયો હતો. તેઓ ભારતના સમાજ સુધારક, ઈતિહાસકાર, રાષ્ટ્રવાદી નેતા અને વિચારક તરીકે જાણીતા છે. તેઓ વકીલ, રાજકારણી, કવિ, લેખક અને નાટ્યકાર પણ હતા. તેમને ઘણીવાર વીર સાવરકર તરીકે સંબોધવામાં આવે છે. હિંદુ મહાસભાના પ્રમુખ સાવરકરનું 26 ફેબ્રુઆરી 1966ના રોજ અવસાન થયું હતું.

ABOUT THE AUTHOR

...view details